અમદાવાદઃરક્ષાશક્તિ યુનિવર્સિટીને (Raksha Sakti University)પ્રવેશ કાર્યવાહી બાબતે ગુજરાત હાઇકોર્ટના(Gujarat High Court)આદેશનું પાલન ન કરતા તે બાબતે નોટીસ (Notice to Raksha Shakti University)પાઠવવામાં આવી છે. જેમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ એટલે કે ACC અને કમિશનર ઓફ હાયર એજ્યુકેશન એન્ડ ટેકનીકલ એજ્યુકેશનની નોટિસપાઠવવામાં આવી છે.
રક્ષા શક્તિ યુનિવર્સિટીને નોટિસ
કેસની વિગત જોઈએ તો, વર્ષ 2018 માં અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. આ કેસના અરજદારના વકીલ સંદીપ મુંજસરા એ જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટે એપ્રિલ 2018 ના બી.ટેક અને એમ.ટેકની પ્રવેશ કાર્યવાહી એકીસાથે ACPC દ્વારા કરવામાં આવે તેવો હુકમ કર્યો હતો. પરંતુ શૈક્ષણિક વર્ષ 2020 - 21માં રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા જાતે જ એડમિશન પ્રક્રિયા હાથ ધરી હતી. જેથી રક્ષા શક્તિ યુનિવર્સિટીને નોટિસ (Notice to Raksha Shakti University)પણ પાઠવવામાં આવી હતી અને હાઇકોર્ટમાં આ દેશમાંતિરસ્કારની અરજી કરવામાં આવી હતી કે આ મામલે પણ કોર્ટે નોટિસ પાઠવી છે.