- જન્માષ્ટમીના તહેવારને લઈને પોલીસનું જાહેરનામું
- તહેવારમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે લોકોને અપીલ કરાઈ
- તહેવારોને લઇને સરકાર દ્વારા નવુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
અમદાવાદ: જન્માષ્ટમી અને ગણેશોત્સવ નિમિત્તે નવું સરકાર દ્વારા નવુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોના વચ્ચો તહેવારોની ઉજવણીને લઇને અમદાવાદ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા માટે 13 dcp, 30 acp, 61 પીઆઇ તેમજ 200 હેડકોન્સ્ટેબલ, 4500 કોન્સ્ટેબલ અને 3 હજાર હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
ગાઈડલાઈનના નિયમોના પાલન સાથે જન્માષ્ટમીની ઉજવણી
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 13 dcp, 30 acp, 61 પીઆઇ તેમજ 200 હેડકોન્સ્ટેબલ, 4500 કોન્સ્ટેબલ અને 3 હજાર હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે આ સાથે જ srp ની ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે, ત્યારે કોરોના ગાઈડલાઈનના નિયમોના પાલન સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત મંદિરમાં વધારે એટલે કે, 200 થી વધુ ભક્તો પર પ્રતિબંધ આપવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદ પોલીસ દ્વારા જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે, લોકો કોરોના નિયમોનું પાલન કરે તેમજ શક્ય હોય તો ઘરે બેઠા જ ભગવાનના દર્શન કરે.
આ પણ વાંચો:સ્પીડ લિમિટને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું