ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના 13 જિલ્લાઓમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયુ નથી - corona active cases in gujrat

રાજ્યમાં દર 3થી 4 દિવસના સમયગાળામાં કોરોનાથી 100 જેટલા દર્દીઓના મોત નીપજી રહ્યા છે. ત્યારે ગુજરાતના 33 પૈકી 13 જિલ્લા એવા છે કે, જ્યાં કોરોનાથી હજી સુધી એકપણ દર્દીનું મોત થયું નથી. ખાસ કરીને પૂર્વી ગુજરાતના દાહોદથી ડાંગ સુધીના પટ્ટા પર કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી.

દાહોદથી ડાંગ સુધીના પૂર્વી ગુજરાતમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી
દાહોદથી ડાંગ સુધીના પૂર્વી ગુજરાતમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી

By

Published : May 21, 2020, 7:23 PM IST

Updated : May 21, 2020, 8:12 PM IST

અમદાવાદઃ અનુસૂચિત જનજાતિ સમુદાયની વધુ વસ્તી ધરાવતા પૂર્વી ગુજરાતના જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી એકપણ દર્દીનું મોત થયું નથી. છેવાડાના ગણાતા દાહોદ, છોટા ઉદયપુર, નર્મદા, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પરંતુ હજી સુધી કોરોનાથી કોઈનું મોત થયું નથી. સૌરાષ્ટ્રના દેવભૂમી દ્વારકા, મોરબી, પોરબંદર, જુનાગઢ , ગીર - સોમનાથ, અમરેલી, સહિતના જિલ્લામાં પણ એકપણ દર્દીનું કોરોનાથી અવસાન થયું નથી. આ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં કોરોના કેસ પણ ફેલાયા નથી.

દાહોદથી ડાંગ સુધીના પૂર્વી ગુજરાતમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી
ગુજરાતમાં ઝીરો મૃત્યુ ધરવતા 13 જિલ્લા...
  • દાહોદ
  • છોટા ઉદયપુર
  • તાપી
  • નર્મદા
  • ડાંગ
  • નવસારી
  • સુરેન્દ્રનગર
  • મોરબી
  • દેવભૂમિ
  • દ્વારકા
  • પોરબંદર
  • જૂનાગઢ
  • ગીર સોમનાથ
  • અમરેલી

શા માટે વધુ કોરોના ફેલાયું નથી...

પ્રાથમિક દ્રષ્ટિએ જો તમામ જિલ્લાઓનું આંકલન અને તેમની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તો દાહોદથી ડાંગ સુધીના પટ્ટા અને સૌરાષ્ટ્રના મોટાભાગના તટીય જિલ્લા અમદાવાદથી અંતરમાં ઘણા દૂર છે. આ 13 જિલ્લાઓમાં વસ્તી ગીચતા પણ ઓછી હોવાથી અહીં સંક્રમણ વધુ ફેલાયું નથી. ગુજરાતમાં કોરોના સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયા છે. જોકે તેના પાડોશી જિલ્લા સુરેન્દ્રનગર અને નવસારીમાં એક પણ દર્દીનું કોરોનાથી હજી સુધી મોત થયું નથી.

Last Updated : May 21, 2020, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details