અમદાવાદ: જિલ્લા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 જૂનથી અનલૉક-1નો અમલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમુક સોસાયટી કે બ્લોકને માઈક્રો-કન્ટેનમેન્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
જો કે જમાલપુર વિસ્તારમાં પાછલા 8 દિવસથી એકપણ કેસ ન નોંધાયો હોવાથી તે બ્લોક કે પોળને માઈક્રો-કન્ટેનમેન્ટમાંથી દૂર કરવા રજૂઆત કરાઈ છે.
અમદાવાદ જમાલપુર વિસ્તારમાં છેલ્લા 8 દિવસથી એક પણ કોરોનાનો કેસ નહિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમાલપુર વોર્ડમાં જે માઈક્રો કન્ટેનમેન્ટ સોસાયટી કે બ્લોક જાહેર કરવામાં આવ્યા છે. તેમાં પાછલા 8 દિવસથી એકપણ કેસ કોરોનાનો નોંધાયો ન હોવા છતાં તેને માઈક્રો કન્ટેનમેન્ટમાં રાખવાથી સ્થાનિક ધારાસભ્ય દ્વારા આ સોસાયટી, પોળ અને બ્લોકને માઈક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરવાની માગ કરી હતી.
જમાલપુર વોર્ડમાં કોર્પોરેશનને માત્ર વસ્તી ગીચતાના આધારે તાળની શેરી, શાલવીની પોળ, મિલ કમ્પાઉન્ડ અને કાજીના ધાબાને માઈક્રો-કન્ટેનમેન્ટ જાહેર કર્યા છે.
અમદાવાદ જમાલપુર વિસ્તારમાં છેલ્લા 8 દિવસથી એક પણ કોરોનાનો કેસ નહિ કોરોના લૉકડાઉનને લીધે અમદાવાદમાં ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો વીજળીનું બિલ ભરી શકશે નહીં અને માટે જમાલપુર-ખડીયાના MLA, દરિયાપુરના ધારાસભ્ય ગયાસુદીન શેખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ શશાંક પટેલે ટોરેન્ટ પાવરને આવેદનપત્ર આપી આ અંગે રજૂઆત કરી હતી.