ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં વધુ એક પેપર લીક થતા રહી ગયું, વિદ્યાર્થી પરીક્ષામાં મોબાઈલ સાથે ઝડપાયો - અમદાવાદમાં બિનસચિવાલાયનું પેપર લીક

અમદાવાદ:રાજ્યમાં યોજાયેલી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં એક વિદ્યાર્થી મોબાઈલ ફોન સાથે પકડાતા ફરી એકવાર તંત્ર સામે પ્રશ્ન ઉઠ્યાં છે. ઘોડાસરમાં આવેલી સેક્ર્ટ ફ્લેવર સ્કૂલમાં બિનસચિવાલાય પરીક્ષા ચાલુ હતી. ત્યારે સુપરવિઝન દરમિયાન આરોપી આશીષ રામાણી મોબાઈલ સાથે ઝડપાયો હતો.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Dec 30, 2019, 10:33 AM IST

Updated : Dec 30, 2019, 12:13 PM IST

થોડા સમય અગાઉ જ બિનસચિવાલાયની પરીક્ષામાં પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના કારણે ગુજરાતભરમાં રોષનો માહોલ સર્જાયો હતો. ત્યારે ફરી એકવાર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પેપર લીક થતાં રહી ગયું છે.

અમદાવાદમાં ફરી એકવાર બિનસચિવાલાયનું પેપર લીક થતાં અટક્યું

સ્કૂલમાં પરીક્ષા હોવાથી જાહેરાત કરાઈ હતી કે, ઉમેદવારોએ મોબાઈલ મૂકીને આવવા. તેમ છતાં આ વિદ્યાર્થી મોબાઈલ સાથે પહોંચ્યો હતો અને તે પ્રશ્ન પત્રનો ફોટો પાડી વાયરલ કરવાના ઇરાદે ઝડપાયો હતો. ત્યારબાદ અધિકારીઓએ વિદ્યાર્થી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વિદ્યાર્થી વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

Last Updated : Dec 30, 2019, 12:13 PM IST

ABOUT THE AUTHOR

...view details