મૂળ રાજ્ય એટલે કે જ્યાં જન્મ થયો હોય, તેવા રાજ્ય સિવાય અન્ય રાજ્યોમાં SC-ST સમુદાયના લોકોને અનામતનો લાભ પણ મળતો નથી જેથી તેમની વિરૂધ મૂળ રાજ્ય સિવાય અન્ય રાજ્યમાં એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ થઈ શકે નહિ. આ કેસમાં ભોગ બનનાર અનુસુચિત જાતિ સાથે સંકળાયેલા છે. જે મૂળ રાજસ્થાનના વતની છે અને ગુનો ગુજરાતમાં બન્યો હોવાથી FIRમાં એટ્રોસિટી એક્ટની કલમ લાગી શકે નહિ.
જન્મજાત રાજ્યો સિવાયના રાજ્યોમાં અનામતનો લાભ ન મળે પરતું એટ્રોસિટી દાખલ થઈ શકે: હાઈકોર્ટ - એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો
અમદાવાદઃ SC-ST વિરૂધ દાખલ થતા મહત્વનો ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા ઠારવ્યું કે, બંધારણની વિવિધ જોગવાઈ હેઠળ અનુસુચિત જાતિ અને આદિ જાતિના લોકોને સમગ્ર દેશમાં સરકારી નોકરી, અભ્યાસ સહિત કેટલીક જગ્યા પર અનામતનો લાભ અન્ય રાજ્યોમાં ન મળે પરતું તેની વિરૂધ અત્યાચાર થાય તો તેની વિરૂધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો બની શકશે.
![જન્મજાત રાજ્યો સિવાયના રાજ્યોમાં અનામતનો લાભ ન મળે પરતું એટ્રોસિટી દાખલ થઈ શકે: હાઈકોર્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4482088-thumbnail-3x2-hhh.jpg)
જન્મજાત રાજ્યો સિવાયના રાજ્યોમાં અનામતનો લાભ ન મળે પરતું એટ્રોસિટી દાખલ થઈ શકે - હાઈકોર્ટ
આ સમગ્ર કેસની વિગત એવી છે કે પૈસાની મિલ્કત સંબંધી પૈસાની લેવળ-દેવળ કેસમાં આરોપીઓએ અનુસુચિત જનજાતિના ભોગ બનનાર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, ત્યાર બાદ તેમનું મોત નીપજ્યું હતું, પરંતુ આરોપી દ્વારા આગોતરા જામીન મેળવવા દાખલ કરાયેલી રિટ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. અગાઉ આરોપીએ આગોતરા જામીન માટે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દિઘી હતી.