અમદાવાદ: અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક હિન્દુ કિન્નરે વિધર્મી મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં પરિણીત યુવકે કિન્નર સાથે મિત્રતા કરીને લગ્નનો વાયદો કરી શરીર સંબંધ બાંધ્યો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જે બાદ કિન્નર સાથે લગ્ન ન કરી તેને ધમકીઓ આપવામાં આવતા અંતે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
કિન્નરને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ: અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતી 33 વર્ષીય સપના (નામ બદલેલ છે) એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં ફતેવાડી વિસ્તારમાં તે પોતાના મિત્ર ઈમરાન મન્સૂરી સાથે રહેતા હોય અને ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ફરિયાદી કિન્નરે 15 વર્ષ પહેલા ગુરુ પાસેથી દીક્ષા ગ્રહણ કરી ભિક્ષાવૃત્તિ શરૂ કરી હતી. બે વર્ષ પહેલા તે વટવા ખાતે કામથી અવારનવાર અવાર-જવર કરવા જતા હોય તે સમયે રખિયાલમાં રહેતો ઇમરાન મનસુરી સાથે સંપર્કમાં આવ્યા હતા અને ત્યારથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી જે બાદ બંને અવારનવાર મળતા હતા.
વિધર્મી યુવકે ગુજાર્યું દુષ્કર્મ:ત્રણ મહિના પહેલા ઇમરાન મન્સૂરીએ સપના સાથે લગ્ન કરવાનું કહી સાથે રહેવાનું કહેતા સપનાએ ઈમરાનને તેના લગ્ન થઈ ગયા હોય અને બાળકો હોય નેથી પોતાની સાથે રહેવાની ના પાડી હતી. છતાં પણ ઇમરાન મન્સૂરીએ જીદ કરી લગ્ન કરવાની વાત કરી સાથે રાખવાનો દિલાસો આપતા અંતે સપના માની ગઈ હતી અને છેલ્લા ત્રણ મહિનાથી ફતેવાડીમાં બંને સાથે રહેતા હતા.
સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:ગત 25 જાન્યુઆરી 2022 ના રોજ રાત્રિના દસ વાગે સપના તેના ઘરે હાજર હતી, તે દરમિયાન ઇમરાન મનસુરી તેના ઘરે આવ્યો હતો અને તેની સાથે વર્તન કરી શારીરિક માંગણી કરી હતી. જેથી સપનાએ લગ્ન બાદ શારીરિક સંબંધ રાખવા માટેનું કહેતા ઈમરાને લગ્ન કરવાની લાલચ આપીને જીદ કરી સપનાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જે બાદ ઇમરાન ત્યાંથી જતો રહ્યો હતો.