GTUમાં 2022 પછી ph.d વિનાના અધ્યાપકોની ભરતી કરવામા નહીં આવે
અમદાવાદઃ ગુજરાત ટેક્નિકલ યુનિવર્સીટી(GTU)માં કુલ 17,000 પ્રોફેસર છે. જેમાંથી કેટલાક પ્રોફેસરોએ ph.dનો અભ્યાસ કર્યો નથી. માટે ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 2022 પછી GTUમાં ph.d વિનાના પ્રોફેસરની ભરતી કરવામાં નહીં આવે. હાલ જેટલા પ્રોફાસર છે તેમને ph.dનો અભ્યાસ પણ કરવાનો રહેશે..
GTUમાં 2022 પછી ph.d વિનાના અધ્યાપકોની ભરતી કરવામા નહિ આવે..
જીટીયુમાં એસોસીએટ પ્રોફેસર, પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર છે. જેમાંથી એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસર પી.એચ.ડી છે. જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસરમાંથી કેટલાક પ્રોફેસર ph.d નથી. પ્રાઇવેટ યુનિવર્સિટી બનતા પ્રોફેસરોના આંકડા બદલાતા રહે છે. 2022 પછી કોઈ પણ ph.d વિનાના પ્રોફેસરની ભરતી કરવામાં નહીં આવે. કોલેજોમાં ph.d સિવાય અધ્યાપકોની પણ ભરતી કરવામાં આવશે નહીં.