ગુજરાત

gujarat

ETV Bharat / state

PGમાં મહિલાની છેડતી કરનારો ભાવિન શાહ ઝડપાયો - NAVRANGPURA

અમદાવાદ: નવરંગપુરા પીજીમાં બનેલી ઘટનાના 4 દિવસ બાદ મહિલા દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી છે. આ મામલે નવરંગપુરા પોલીસ, ક્રાઈમ બ્રાંચ, મહિલા ક્રાઈમ દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે, યુવતી સાથે છેડછાડ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આમ, અમદાવાદ પીજીમાં મહિલાની છેડતી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જેનું નામ ભાવિન શાહ છે. જે ફૂડ ડિલિવરી બોય છે. જેની પોલીસે ધરપકડ કરી છે. આરોપી યુવક ફૂડ ડિલિવરી બોય હોવાથી તેને તમામ માહિતી આસાનીથી મળી ગઈ હતી, પરંતુ આ મામલે બેદરકાર પીજી માલિક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

PGમાં મહિલાની છેડતી કરનારો ભાવિન શાહ ઝડપાયો

By

Published : Jun 19, 2019, 7:03 PM IST

Updated : Jun 19, 2019, 10:12 PM IST

નવરંગપુરાના સીજી રોડ પરના પીજીમાં યુવકે મોડી રાતે ઘૂસીને વોર્ડનને શારીરિક અડપલા કર્યા હતા. જેના 4 દિવસ બાદ મહિલા દ્વારા આ મામલે ફરિયાદ નોધાવવામાં આવી છે. પોલીસે આ મામલે 354-1A,354-2A અને 452 કલમ હેઠળ ગુનો નોધ્યો છે. પીડિત મહિલાના નિવેદન બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોધવામાં આવી છે. આ મામલે કુલ 6 ટીમ બનાવી નવરંગપુરા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સંયુક્ત તપાસ કરશે.

પીજીમાં મહિલાની છેડતી મામલે પીજી માલિક સામે કોઈ કાર્યવાહી નહિ

મહત્વની વાત એ છે કે રહેણાંક વિસ્તારમાં આટલું મોટુ પીજી ચાલતું હતું. જેનો સ્થાનિકોએ અગાઉ પણ વિરોધ કર્યો હતો. છતાં પણ પીજી માલિક પીજી ચલાવતો હતો અને અચાનક આવી શરમજનક ઘટના બની છે. પીજી માલિક એક યુવતીના રૂપિયા 8000 મહિને ભાડા પેટે લેતો હતો. જે પીજીમાં કુલ 60થી વધુ યુવતીઓ રહેતી હતી. પીજી માલિકની પણ આ મામલે બેદરકારી કહી શકાય. પરંતુ, પોલીસે માત્ર પૂછપરછ કરી પીજી માલિકને છોડી મુક્યો છે અને તેની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરી નથી.

PGમાં મહિલાની છેડતી કરનારો ભાવિન શાહ ઝડપાયો
Last Updated : Jun 19, 2019, 10:12 PM IST

ABOUT THE AUTHOR

...view details