ગુજરાત

gujarat

ETV Bharat / state

નિયમોને નેવે મૂકી સિવિલ સુપરિટેન્ડેન્ટની નિમણુક મુદ્દે હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો - HC

એમદાવાદ: GPSCના નિયમ પ્રમાણે 62 વર્ષ પછી તબીબોની કોન્ટ્રાક્ટ પર પણ નિમણુક નહી કરવાની સ્પષ્ટતાના નિયમોને નેવે મુકી સિવિલ હોસ્પિટલમાં ડૉ.એમ.એમ. પ્રભાકરની મેડિકલ સુપ્રિટેન્ડન્ટ તરીકે નિમણુક કરવામાં આવી હતી. જ્યારે ક્ષમતા ધરાવતા તબીબોને દુરના વિસ્તારમાં બદલીઓ કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે થયેલી રિટમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર, GPSC સહિત અન્યોને નોટીસ પાઠવી કેસની વધુ સુનાવણી મોકૂફ રાખી છે.

HC

By

Published : May 8, 2019, 9:05 PM IST

આરોગ્ય વિભાગના તેમજ GPSCના કાયદા પ્રમાણે હેલ્થ, મેડિકલ સર્વિસ અને મેડિકલ એજ્યુકેશનમાં 62 વર્ષ બાદ કોઇ પણ વ્યક્તિની નિમણુંક થઇ શકે નહી. પ્રભાકરની ઉંમર 30 એપ્રિલ 2017ના રોજ 62ને પાર કરી ગઇ છે. જો કે, તેમ છતાં તેમને 2 મે 2017 અને 30 એપ્રિલ 2018ના રોજ તેમની પુન: નિયુક્તિનું નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જે રાજ્ય સરકારના અગાઉના 7 જુલાઇ 2016ના નોટીફિકેશનથી વિરૂદ્ધ છે.

આ બંને અધિકારીઓની સહીથી સિવિલ હોસ્પિટલમાં ખરીદ સહિતા મોટા આર્થિક વ્યવહારો થઇ રહ્યા છે. રોગી કલ્યાણ સમિતિમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટ્રાચાર થઇ રહ્યો છે તે બાબતે ડૉ.પ્રભાકરની સત્તાઓ બાબતે તપાસ કરવામાં આવે. તેમજ તેમના દ્વારા થયેલા નુકસાન બદલ વસુલાત કરવામાં આવે. ડૉ. પ્રભાકર અને ડૉ. ગજ્જર સામે થયેલા આક્ષેપો બાબતની તપાસ અને તેનો અહેવાલ કોર્ટ સમક્ષ રજુ કરવા આદેશ આપવામાં આવે. મેડિકલ સુપ્રિટેન્ડન્ટ તરીકે ડૉ. એમ.એમ. પ્રભાકરને અપાયેલી નિમણુકને ત્યાં સુધી સ્થગીત કરવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details