અમદાવાદશહેરના ઓગણજમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે પ્રમુખ સ્વામીનગર બનાવવામાં આવ્યું છે. આ નગરની અંદર અનેક એવા આકર્ષણના કેન્દ્ર છે, જેને જોવા માટે તેમ જ પ્રમુખ સ્વામી નગરની મુલાકાતે દૂરદૂરથી લોકો આવતા હોય છે. આવી જ એક જગ્યા છે નિયમ કુટીર.
આ પણ વાંચોજાણો પાર્ષદ દીક્ષા કેવી રીતે આપવામાં આવે છે
1 લાખ બાળકોએ લીધો નિયમ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય અને તેઓ પોતાની કુટેવ દૂર કરે તે માટે અહીં નિયમ કુટિર બનાવવામાં આવી છે, જેનું સંચાલન બાળકો દ્વારા જ કરવામાં આવે છે. અહીં દરરોજ 10,000થી વધુ બાળકો નિયમ લઈ રહ્યા છે. તો અત્યાર સુધી 1 લાખથી પણ વધુ બાળકો નિયમ લઈ ચૂક્યા છે. પ્રમુખસ્વામી નગરની અંદર દરેક બાબતો કંઈકને કંઈક સંદેશો આપી રહી છે. તે પછી નગરની રચના, બાળનગરી, સ્વચ્છતા, પાર્કિંગ, નાના બાળકોના સંસ્કારનું સિંચન હોય. સાથે જ આ નગરમાં વ્યસનમુક્તિ અને નિયમ કુટિર બનાવવામાં આવી છે.
નિયમ કુટિરમાં 5 નિયમનિયમ કુટિરનું સંચાલન કરતા ધૈર્ય પટેલે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજે જીવનમાં ખુશ રહેવાના 5 નિયમો આપ્યા હતા. આમાં પ્રથમ નિયમ એ હતો કે, હું દરરોજ માતાપિતાને પંચાંગ પ્રણામ કરીશ અને તેમની આજ્ઞાનું પાલન કરીશ. બીજો નિયમ એ હતો કે, હું દરરોજ સવારે ભગવાનને પ્રાર્થના કરીને જ મારા દિવસની શરૂઆત કરીશ. ત્રીજો નિયમ, હું દરરોજ 15 મિનિટ સારા અને આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરીશ. ચોથો નિયમ હું મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ જરૂર પૂરતો જાળવીને જાહેરમાં જ કરીશ અને પાંચમો નિયમ હું ખંડપૂર્વક અને એકાગ્રતાથી અભ્યાસ કરીશ. આ તમામ નિયમો આ નિયમ કુટિરમાં મૂકવામાં આવ્યા છે.
એક ગિફ્ટ આપવામાં આવે છેજે બાળક આ નિયમ કુટિરમાં આવીને આ 5 નિયમમાંથી કોઈ પણ એક નિયમ પસંદ કરે છે. તેને એક ગિફ્ટ આપવામાં આવે છે. આ કુટિરની અંદર દૈનિક 10,000થી પણ વધુ બાળકોએ નિયમ લીધો છે. અત્યાર સુધી 1 લાખથી વધુ બાળકો નિયમ લઈ પણ ચૂક્યા છે. 'બાળકોને ચાલો બનીએ આદર્શ બાળક'ની એક નાની બુક આપવામાં આવે છે. તેની અંદર બાળકોને સુટેવની માહિતી આપવામાં આવે છે. આથી બાળક પોતાના જીવનમાં સારા સંસ્કારોનું સિંચન કરી શકે છે.
આ પણ વાંચોસફાઈ માટે શતાબ્દી મહોત્સવમાં અનોખું મેનેજમેન્ટ, કચરાપેટી માટે કંટ્રોલ રૂમ
વ્યસનમુક્ત કુટિરઆ નગરમાં અંદર નિયમ કુટિરની સાથે સાથે વ્યસનમુક્ત કુટીર પણ તૈયાર કરવામાં આવી છે. જ્યાં યુવાનોથી લઈ દરેક લોકોને વ્યસન મુક્ત માટે નિયમ પણ લેવડાવવામાં આવી રહ્યા છે. જેમાં પણ અત્યાર સુધી 1 લાખથી પણ વધુ યુવાનો વ્યસન મુક્તિ માટે નિયમ લઈ ચૂક્યા છે.