કેસની તપાસ CBI અથવા CID Crime ને સોંપવા અરજદારની માંગ અમદાવાદ:બહુ ચર્ચાસ્પદ અમદાવાદમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાંથી વર્ષ 2019 માં ગુમ થયેલી બંને બહેનોના લોપામુદ્રા અને નિત્યાનંદિતાના પાછી લાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં વધુ એક અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ કેસમાં સ્થાનિક પોલીસ જે તપાસ કરી રહી છે તેમાં તપાસની આક્ષેપ સામે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
'વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી હતી .આ કેસમાં ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં પણ પોલીસે હજુ સુધી યોગ્ય રીતે તપાસ કરી નથી. આ કેસમાં કડક તપાસની માંગ અમારા દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવી છે પોલીસ દ્વારા કોઈપણ નક્કર કાર્યવાહીમાં કરવામાં ન આવતી હોવાની રજૂઆત પણ કરવામાં આવી આ સાથે જ આ કેસની તપાસ CID અથવા તો સીબીઆઇને સોંપવામાં આવે એવી પણ રજૂઆત કરવામાં આવી છે.'-પ્રિતેશ શાહ, અરજદારના એડવોકેટ
શું છે સમગ્ર કેસ?:આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો અમદાવાદના હાથીજણ વિસ્તાર પાસે આવેલા નિત્યાનંદ આશ્રમમાંથી વર્ષ 2019 માં લોપમુદ્રા તેમજ નિત્યાનંદ નામની બંને દીકરીઓ ગુમ થઈ ગઈ હતી. જોકે પોતાની સ્વયં ભગવાન ગણાવતો એવો નિત્યાનંદ ઉપર દુષ્કર્મ સહિતના અનેક કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સાથે જ આ બંને દીકરીઓ ગુમ થઈ ગઈ હતી.
હેબિયસ કોપર્સ અરજી દાખલ: આ બંને દીકરીઓને પાછી મેળવવા માટે તેમના પિતા દ્વારા હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સુનાવણી બાદ તપાસ ચાલતા સામે આવ્યું હતું કે આ બંને દીકરીઓ જમૈકા હોવાની વાત સામે આવી હતી ત્યારે તેમને હાઇકોર્ટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર થવા માટે આદેશ આપ્યો હતો.
જમૈકા સરકારને નોટિસ:આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા હતા. આ મુદ્દે સરકારે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ સાથે કોમ્યુનેટ કરીને જમૈકા સરકારને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. ત્યાંના સરકાર સાથે વાતચીત પણ કરવામાં આવી હતી. જો કે આ મામલો હ્યુમન ટ્રાફિક મામલો છે તેવી વાત સામે આવી હતી. આ સમગ્ર મામલે વધુ સુનવણી આગામી દિવસોમાં હાથ ભરવામાં આવશે ત્યારે હેબિયસ કોપર્સ તેમજ આ અરજી પર હાઇકોર્ટ મહત્વના નિર્દેશો આપી શકે છે.
- Gujarat High Court : સરકારને હાઇકોર્ટનો આદેશ, ગટર સફાઈ કામદારોના મોતના મામલે વળતર ચૂકવો
- Morbi Bridge Collapse: મોરબી પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં 10 ઓગસ્ટે થશે વધુ સુનાવણી