વિવેકાનંદનગર પોલીસ દ્વારા તપાસ માટે વધુ ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જો કે, કોર્ટે બંને મહિલા આરોપીઓના 27મી નવેમ્બર બપોરે 1 વાગ્યે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અગાઉ પોલીસે કેટલાક કારણો રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેની સામે કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.
નિત્યાનંદ આશ્રમની બંને સંચાલિકાના કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા - રિમાન્ડ મંજૂર કર્યા
અમદાવાદ: શહેરના હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં સગીરા સાથે દુરવ્યવહારના કેસમાં ધરપકડ કરાયેલી બંને સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના 5 દિવસના રિમાન્ડ પૂરા થતાં વધુ તપાસ માટે પોલીસે સોમવારે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાતા આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
![નિત્યાનંદ આશ્રમની બંને સંચાલિકાના કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5173198-thumbnail-3x2-ahm.jpg)
પોલીસ વતી સરકારી વકીલે વધું રિમાન્ડ માટેના કારણોમાં રજૂ કરતા કોર્ટમાં દલીલ કરી હતી કે, પ્રાણપ્રિયાના ખાતામાંથી 9 લાખ 64 હજારનું ડોનેશન મળ્યું છે, કોટક મહેન્દ્રા બેંકના 4 વિઝા કાર્ડ અને 2 માસ્ટર કાર્ડ મળી આવ્યા છે. બંને સંચાલિકાઓએ કોની કોની સાથે નાણાકીય વ્યવહાર કર્યા છે, વગેરે તપાસ બાકી હોવાથી રિમાન્ડ આપવામાં આવે. બંને સંચાલિકા પોલીસ તપાસમાં સહયોગ ન કરતી હોવાની કોર્ટને ફરિયાદ કરી હતી.
સંચાલિકાઓ સાથે આવેલા અનુયાયો વચ્ચે કોર્ટની અપડેટ ફોનમાં લખવા બાબતે સામાન્ય બોલાચાલી થતા કોર્ટરૂમની બહાર મોટી સંખ્યામાં વકીલો દોડી આવ્યા હતા. બંને સંચાલિકાના રિમાન્ડ માટે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં પોલીસ તરફે માંગ કરવામાં આવી હતી કે, પ્રાથમિક તપાસમાં આરોપીએ કોઈ પ્રકારનો સહયોગ ન કર્યો હોવાથી તેના રિમાન્ડ આપવામાં આવે. પીડિત બાળકે પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પરાણે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે. જો એવું ન કરે તો ક્યાં પ્રકારની યતાના કરવામાં આવતી હતી. આ સમગ્ર ષડયંત્ર કોના ઈશારે કરવામાં આવતું હતું. આ સમગ્ર કેસની તપાસ માટેના કારણો રજૂ કરવામાં આવ્યા હતા.
નિત્યાનંદના યોગિનીસર્વાજ્ઞપીઠમ આશ્રમમાં 4 બાળકોને ગોંધી રાખવાનો પોલીસે નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ પીડિત પરિવારને ધમકી મળતા હોવાના આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. અગાઉ પોલીસે બંને સંચાલિકાને આશ્રમ ન છોડવાની નોટીસ પાઠવી હતી.