નિત્યાનંદ આશ્રમ કેસમાં દિવસેને દિવસે નવા વળાંકો આવી રહ્યા છે અમદાવાદ : અમદાવાદના હાથીજણ વિસ્તારમાં સ્થિત નિત્યાનંદ આશ્રમમાંથી બે યુવતીઓના ગુમ થવાના ગુજરાત હાઇકોર્ટમાં ઘણા લાંબા સમયથી સુનાવણી ચાલી રહી છે. નિત્યાનંદ આશ્રમ કેસમાં દિવસેને દિવસે નવા વળાંકો આવી રહ્યા છે. ત્યારે આજે સોમવારે ગુજરાત હાઇકોર્ટમાં આ કેસની વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં બંને યુવતીઓને ફિઝિકલ રીતે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ લાવવામાં આવે એવી તેમના પિતા દ્વારા માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો Nityanand Ashram Controversial Case : બંને યુવતીઓને જમૈકા એમ્બેસીમાં હાજર રહેવા હાઈકોર્ટનો આદેશ
યુવતીઓના પિતાએ કરી છે હેબિયસ કોર્પસ : નિત્યાનંદ આશ્રમમાંથી જે બને યુવતીઓ લોપામુદ્રા અને નંદિતા ગુમ થઈ હતી તેમના પિતા દ્વારા ગુજરાત ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવી છે. આજે આ મામલે જે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી એમાં અરજદારના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વકીલ પ્રીતેશ શાહે જણાવ્યું હતું કે જમૈકા સરકાર દ્વારા ગાંધીનગર ક્રાઈમ ડિપાર્ટમેન્ટને સ્પષ્ટ રીતે પત્ર લખતા જણાવ્યું હતું કે આ બંને યુવતીઓને અહીંયા માનવ તસ્કરીના ભાગરૂપે લાવવામાં આવી હોય એવું તેમના અવલોકન પરથી જાણવા મળ્યું હતું.
યુવતીઓનું એફિડેવિટ : જે પણ બંને યુવતીઓ ગુમ થઈ છે તેમને ફિઝિકલ રીતે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ લાવવામાં આવે તે માટેના મુદ્દામાં ઘણી સુનાવણીઓ યોજાઇ રહી છે. આ અગાઉ પણ બંને યુવતીઓએ સ્પષ્ટપણે પોતાના એફિડેવિટમાં જણાવ્યું છે કે જો ગુજરાત હાઇકોર્ટ અમને સેફટી આપશે તો અમે હાજર થઈશું ત્યારે અમે હાઇકોર્ટ સમક્ષ એ રજૂઆત કરી છે કે બંને યુવતીઓને પૂરી સેફટી સાથે હાઇકોર્ટ સમક્ષ ફિઝિકલી રીતે હાજર કરવામાં આવે.
આ પણ વાંચો Nityananda Ashram controversy: બંને યુવતીઓને હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવાનો ઇન્કાર કરી દીધો
શું છે સમગ્ર કેસ: 2019ના અત્યંત વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમ કેસમાં બે ગુમ થયેલી યુવતીઓ લોપામુદ્રા અને નંદિતાના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ નોધાવી હતી. નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં સગીર યુવતીઓને ગોંધી રાખવાનો, ઇજા પહોંચાડવા અને ધાક ધમકી આપવાના આરોપમાં નિત્યાનંદ આશ્રમનો આ સમગ્ર મામલો ચાલ્યો હતો. જોકે આ કેસના વિવાદનો મુખ્ય વ્યક્તિ ભગવાન નિત્યાનંદ કથિત રીતે પાસપોર્ટ વિના દેશ છોડીને ફરાર થઇ ગયો છે.
યુવતીઓના વારંવાર વિડીયો પણ સામે આવતા રહેતા હોય છે: આ મામલે યુવતીના પિતા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમની દીકરીઓને બળજબરીથી ગોંધી રાખવામાં આવી છે અને તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ બંને યુવતીઓના વારંવાર વિડીયો પણ સામે આવતા રહેતા હોય છે. જોકે આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે આ બંને યુવતીઓને હાજર રહેવા માટે આદેશ કર્યો હતો. પરંતુ ઘણા સમયથી લાંબી સુનાવણી બાદ પણ હજુ સુધી બંને યુવતીઓ કોર્ટ સમક્ષ હાજર થઇ શકી નથી. ત્યારે આજે સમગ્ર સુનાવણી દરમિયાન અત્યાર સુધીની કેસની તમામ ગતિવિધિઓની કોર્ટને જાણ કરાઈ હતી. આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી મહિને હાથ ધરવામાં આવશે.