ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદઃ સોલા સિવિલમાં કોરોનાથી મુક્ત થયેલા દર્દીને રજા આપવા સમયે નીતિન પટેલ હાજર રહ્યા - કોરોના વાઇરસ

સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે અમદાવાદની સોલા સિવિલમાં ધોળકાના રહેવાસી છેલ્લા 113 દિવસથી સારવાર લઇ રહ્યા હતા. જે બાદ કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જે સમયે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સોલા સિવિલમાં કોરોનાથી મુક્ત થયેલા દર્દીને રજા આપવા સમયે નીતિન પટેલ રહ્યા હાજર
સોલા સિવિલમાં કોરોનાથી મુક્ત થયેલા દર્દીને રજા આપવા સમયે નીતિન પટેલ રહ્યા હાજર

By

Published : Dec 18, 2020, 2:26 PM IST

  • ધોળકાના રહેવાસી છેલ્લા 113 દિવસથી સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ
  • આજે તેમને કરવામાં આવ્યા છે ડિસ્ચાર્જ
  • નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ રહ્યા ખાસ ઉપસ્થિત
  • ડોકટર્સ, નર્સિંગ સ્ટાફ અને કોરોના વોરિયર્સને બિરદાવવામાં આવ્યા

અમદાવાદઃ આજે (શુક્રવારે) અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 113 દિવસથી કોરોનાને કારણે દાખલ કરવામાં આવેલા મૂળ ધોળકાના રહેવાસી અને પ્રાઇવેટ કંપનીમાં સામાન્ય એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતા દેવેન્દ્રભાઈ પરમાર ઓગસ્ટ મહિનામાં કોરોનાથી સંક્રમતિ થયા હતા અને તેમને ધોળકાથી અમદાવાદ ખાતે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે 113 દિવસ પછી તેમણે કોરોનાને મ્હાત આપીને સાજા થઈને ઘેર જઈ રહ્યા છે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ રહ્યા ખાસ ઉપસ્થિત

આ ઉપલક્ષમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દેવેન્દ્રભાઈ પરમારનું આયુષ્ય સારું અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ આપી હતી.

સોલા સિવિલમાં કોરોનાથી મુક્ત થયેલા દર્દીને રજા આપવા સમયે નીતિન પટેલ રહ્યા હાજર
નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે જણાવ્યું હતું કે, હાલમાં સરકારના ઘણા બધા પ્રયત્નોને કારણે છેલ્લા અઠવાડિયામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને આ સાથે જ સોલા સિવિલના ડૉકટર, નર્સિંગ સ્ટાફ અને કોરોના વૉરિયરને ખૂબ શુભેચ્છાઓ આપી હતી અને તેમની કામગીરીઓને બિરદાવી હતી.

નીતિન પટેલનું નિવેદન


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 14,000 થી વધુ લોકો ટેસ્ટિંગ કરવી ચુક્યા છે અને જેમાં 12,000 થી વધુ લોકોના સેમ્પલ લઈ તેમને સારવાર આપવામાં આવી હતી, જેમાં 14,000 દર્દીઓમાંથી 13,000 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે અને આ કાર્ય માટે પણ દરેક કોરોના વોરિયર્સને નીતિન પટેલ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.

દર્દી દેવેન્દ્રભાઈ પરમારના પત્નીનું નિવેદન


આ વિષય પર ઇટીવી ભારત સાથે કોરોનાને મ્હાત આપીને આજે ઘરે જતા દર્દી દેવેન્દ્રભાઈ પરમારના પત્નીએ જણાવ્યું હતું કે, તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ખૂબ સારી મળી છે અને જો ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોત તો શું થાત તેની ખબર નથી, પણ અહીંયાનો અનુભવ તેમનો ખૂબ જ સારો રહ્યો છે અને તેઓ આજે તેમના પતિને ઘરે લઈ જઈ રહ્યા છે તેથી તેઓ ખૂબ ખુશ છે.

ABOUT THE AUTHOR

...view details