ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટાર્ચ કંપનીના માલિક સામે વધુ 9 ફરિયાદ, 3000 કરોડનું કૌભાંડ સામે આવ્યું - Investment of government employees in starch company

અમદાવાદની અનિલ સ્ટાર્ચ(Anil Starch) કંપનીના માલિક અમોલ શેઠે સિદ્ધાર્થ ટ્રેડ નામની કંપની ઉભી કરી રોકાણ કરવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. જેમાં દેશનાના અલગ અલગ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ કરોડોનું કૌભાંડ(Crores scam) કર્યું હોવાની ફરિયાદો તેની સામે નોંધાઈ છે. કૌભાંડીના કમ્પ્યૂટરમાંથી પણ મહત્ત્વનો ડેટા મળે તેવી શક્યતા છે.પોલીસની ટીમને સેટેલાઈટના બોડકદેવ ખાતે આવેલી વૈભવી ઓફિસ સિવાય પણ અન્ય જગ્યાઓએ ઓફિસ હશે તેવી શંકા છે અને ત્યાંથી અમોલ શેઠના કાળા કારનામાની માહિતી સામે આવી શકે છે.

સ્ટાર્ચ કંપનીના માલિક સામે વધુ 9 ફરિયાદ, 3000 કરોડનું કૌભાંડ સામે આવ્યું
સ્ટાર્ચ કંપનીના માલિક સામે વધુ 9 ફરિયાદ, 3000 કરોડનું કૌભાંડ સામે આવ્યું

By

Published : Oct 20, 2021, 1:48 PM IST

  • અમોલ શેઠની 16 કંપનીઓ દ્વારા 3000 કરોડનું કૌભાંડ
  • વેપારિયો કર્મચારીઓ અને રોકાણકારોના પૈસા ચાઉ
  • સરકારી કર્મચારીઓએ પણ રોકાણ કર્યું હોવાનું સૂત્ર દ્વારા માહિતી

અમદાવાદઃ અમોલ શેઠ(Amol Seth)ની 17 જેટલી કંપનીઓમાં બ્લેકમની વ્હાઈટ થઈ ગઈ હોવા છતાં કોઈ એજન્સીને તેની જાણ થઈ નથી. જેમાં 3 હજાર કરોડની રકમ ક્યાં ગઈ તેમજ આ કેસમાં તેની પાછળ રહેલો માસ્ટર માઈન્ડ હજી પોલીસની પહોંચની બહાર છે. બીજી તરફ હવાલાથી રકમ વિદેશમાં ટ્રાન્સફર થઈ હોવાની પણ માહિતી બહાર આવી છે. તે છતાંય કઈ બેંકોમાંથી રકમ ટ્રાન્સફર થઈ તેની તપાસ હજી સુધી થઈ શકી નથી. તે ઉપરાંત 16 કંપનીઓમાં 16 બોગસ ડાયરેક્ટરો બેસાડ્યાં હતાં. તે પણ રાતો રાતે નાસી છુટ્યા છે અને બ્લેકમની ડાયવર્ટ(Blake's Divert) કરી દેવાયું છે.

અમોલ શેઠે સામે 2017થી વિવિધ ફરિયાદ

આ ઉપરાંત અગાઉ માણસા પોલીસ સ્ટેશનમાં 2018માં બે ફરિયાદ, CID (Crime Investigation Department) ક્રાઈમ ગાંધીનગરમાં 2019માં એક 2020માં એક, શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં 2017માં એક અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 2017માં એક એમ કુલ સાત ફરિયાદ છે. ત્યારે અમોલ શેઠે 1000 જેટલા રોકાણકારો(Investors) પાસેથી જુદી જુદી કંપનીઓમાં રોકાણના અને મકાઈની ખરીદી(Buy corn)ના નામે 9થી 12 ટકા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયા મેળવ્યાં હતાં. મકાઈનું વેચાણ કરનાર ત્રણ વેપારીઓના કુલ 3.50 કરોડ રૂપિયા જેવી રકમ અમોલ શેઠે નહીં ચૂકવ્યાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચને મળી છે.

1000 કરોડનો ચૂનો ચોપડ્યાની માહિતી

અમોલ શેઠે બેન્કા(Banks) અને રોકાણકારોને 1000 કરોડ ઉપરાંતનો ચૂનો ચોપડયો હોવાની વિગતો પોલીસની તપાસમાં ખૂલી રહી છે. ક્રાઈમ બ્રાન્ચને હવે એવી વિગતો મળી છે કે, અમોલ શેઠે સ્ટાર્ચ બનાવવા માટે મકાઈ ખરીદી તેના નાણાં પણ ચૂકવ્યાં નહોતાં. આ પ્રકારે ત્રણ વેપારી સાથે 3.50 કરોડ આસપાસના છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાઈ શકે છે. ક્રાઈમ બ્રાન્ચને ત્રણ વેપારીઓએ લેખિત રજૂઆત કરી હોવાથી અમોલ શેઠ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે. અમોલ શેઠે મકાઈના નામે પૈસા મેળવ્યાં પણ વેપારીઓને ચૂકવ્યાં નથી.

આ પણ વાંચોઃ અનિલ સ્ટાર્ચ કંપનીના નામે કરોડોની ઠગાઇ કરનાર કંપનીના માલિકને જેસલમેરથી પકડી પાડ્યો

આ પણ વાંચોઃ સુરતઃ મેન્યુફેક્ચર જ કરવામાં નહીં આવેલા વાહનોને હૈયાત બતાવી યસ બેન્કમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details