ગુજરાત

gujarat

ETV Bharat / state

ડેરી ઉદ્યોગ અને ખેડૂતોને નવી ટેકનોલોજી મળી રહે તે માટે પ્રોમ્પ્ટ દ્વારા નવા સાધનો રજૂ કરાયા - ઇલેક્ટ્રોનિક વજન કાંટા

અમદાવાદ : 3ડી ડેરી ઉદ્યોગની કાર્યક્ષમ બનાવતી ટેકનોલોજી આધારિત અને ઇનોવેટિવ પ્રોડક્ટ્સને સોલ્યુશન પૂરી પાડતી સંસ્થા છે. જે ભારતના 22 રાજ્યના 50 હજારથી વધુ ગામોમાં પોતાની હાજરી અને નેટવર્ક ધરાવે છે. પ્રોમ્પ્ટે 1992માં ઇલેક્ટ્રોનિક વજન કાંટા વડે ડેરી ઉદ્યોગમાં વિવિધિકરણ પણ કર્યું હતું. જે બાદ 1995માં ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ બહાર પાડી હતી અને 1999માં પેટન્ટ મિલ્ક ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ રજૂ કર્યું હતું અને 2009માં ભારતમાં વિકસાવેલું સૌપ્રથમ મિલ્ક એનેલાઇઝર પણ રજૂ કર્યું હતું. ત્યારે 2020 માં ડેરી ઉદ્યોગના કારણે ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થાય અને શુદ્ધ દૂધની ખાતરી આપે તેવા વધુ ટેકનોલોજી સાથે ઇનોવેશન્સ પુરા પાડવાનું છે.

ડેરી ઉદ્યોગ અને ખેડૂતોને નવી ટેકનોલોજી મળી રહે તે માટે પ્રોમ્પ્ટ દ્વારા નવા સાધનો રજૂ કરાયા
ડેરી ઉદ્યોગ અને ખેડૂતોને નવી ટેકનોલોજી મળી રહે તે માટે પ્રોમ્પ્ટ દ્વારા નવા સાધનો રજૂ કરાયા

By

Published : Jan 3, 2020, 1:06 PM IST

આ વિશે વધુ વાત કરતા ડિરેક્ટર શ્રીધર મહેતા જણાવે છે કે, ગાયથી માંડીને ગ્રાહક સુધી પહોંચતા દૂધને ઘણી લાંબી મજલ કાપવી પડે છે.દૂધની ગુણવત્તા અને શુદ્ધતા જાળવવા માટે પ્રોમ્પટના ઇનોવેટિવ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન ફાર્મ મેનેજમેન્ટ, મિલ્ક કલેક્શન સિસ્ટમ અને મિલ્ક ટેસ્ટીંગ સમગ્ર વ્યાપને આવરી લે છે અને તેના મારફતે વિશ્વના સૌથી પ્રાચીન હેલ્થ ડ્રિંકની શુદ્ધતા તેને સ્પર્શ કર્યા વગર અને તેમાં કોઈ ભેળસેળ થાય નહીં તે રીતે દરેક કદમને જાળવી રાખે છે.

ડેરી ઉદ્યોગ અને ખેડૂતોને નવી ટેકનોલોજી મળી રહે તે માટે પ્રોમ્પ્ટ દ્વારા નવા સાધનો રજૂ કરાયા

ત્યારે તેમણા વધુમાં જણાવ્યું કે, ભારતના ડેરી ઉદ્યોગનું વૈશ્વિક સ્થાન જળવાઈ રહે તે માટે અમારો પ્રયાસ બિઝનેસ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ઇનોવેશનનું છે. અમારા ઇનોવેશન સમાન ડેરી ક્ષેત્ર ખેડૂતો કેન્દ્રસ્થાને હોય છે અને અમને એ વાતનો ગર્વ છે કે, છેલ્લા 27 વર્ષમાં અમે લાખો ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવી શક્યા છે. અમે ડેરી ક્ષેત્રના ખેડૂતની ઉત્પાદકતામાં વધારો કરે તે વિભિન્ન પ્રકારની હાર્ડવેર અને સોફ્ટવેર પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ વિકસાવીને સમગ્રપણે ડેરી ક્ષેત્રના ખેડૂતો અને ડેરી ઉદ્યોગને વધુ સર્વિસ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.

3k દ્વારા તાજેતરમાં એનિમલ હિટ ડિટેક્શન સિસ્ટમ આપવામાં આવી છે, જે પશુઓને પહેરાવી શકાય છે.તે ઈન્ટરનેટ ઓફ થિંગ્સથી ડિઝાઇન કરવામાં આવી છે અને તેનાથી ગાયના શરીરની હિટ સાઈકલને જાણી શકાય છે અને તેથી સફળ પ્રસૂતિનો દર વધે છે. આ સોફ્ટવેર પશુને બહેતર ઉત્પાદકતા અને આરોગ્ય તરફ દોરે છે.

ABOUT THE AUTHOR

...view details