ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં PSI શ્વેતા જાડેજા તોડ પ્રકરણમાં નવો ખુલાસો,અગાઉ 40 લાખ આંગડિયા મારફત મોકલ્યા - New revelation in Shweta Jadeja chapter

અમદાવાદ મહિલા PSI શ્વેતા જાડેજા તોડ પ્રકરણમાં નવો ખુલાસો થયો છે. SOGની તપાસમાં સામે આવ્યું છે કે, શ્વેતા જાડેજાએ 20 લાખ નહિ પરંતુ આંગડિયામાં 40 લાખ પોતાના બનેવીને મોકલાવ્યા હતા.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Jul 23, 2020, 10:25 AM IST

અમદાવાદ : શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં એક કંપનીના માલિક કેનલ શાહ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે PSI શ્વેતા જાડેજા તપાસ કરી રહ્યા હતા. જેમાં તપાસ દરમિયાન 3 ગુના નોંધાયા હતા. તેમજ આરોપીને પાસામાં ન મોકલવા માટે 20 લાખનો તોડ કર્યો હતો અને બીજા પૈસાની માંગણી કરી હતી. જે મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ હતી.

PSI શ્વેતા જાડેજા લાંચ પ્રકરણ કેસ

SOGની તપાસમાં થયો મોટો ખુલાસો

40 લાખ આંગડિયા દ્વારા તેના બનેવીને મોકલ્યા હતા

શ્વેતા જાડેજાએ 1 થી 6 ફેબ્રુઆરી સુધી 40 લાખ રૂપિયા બનેવીને મોકલાવ્યા

આ સમગ્ર મામલે શ્વેતા જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. જેની SOG દ્વારા તપાસ કરવામાં આવી છે. SOGમાં ACP બી.સી.સોલંકી દ્વારા તપાસ કરવામાં આવી છે. જેમાં સામે આવ્યું છે કે, આંગડિયામાં તપાસ કરતા શ્વેતા જાડેજાએ 1 થી 6 ફેબ્રુઆરી સુધી 40 લાખ રૂપિયા પોતાના બનેવીને મોકલાવ્યા હતા. આ ઉપરાંત આરોપીના ભાઈ પાસે 4 લાખ રૂપિયા અને 1 લાખના મોબાઈલ લીધો હતો.

શ્વેતા જાડેજા છેલ્લા 1 વર્ષથી મહિલા પોલીસ સ્ટેશનમાં PI ના ચાર્જમાં હતા. શ્વેતા જાડેજા પાસે માત્ર 3 વર્ષની નોકરીમાં આટલા પૈસા ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આજે શ્વેતા જાડેજા જામીન અરજી કરવાના છે. તેની સામે SOG કોર્ટમાં અન્ય તપાસ માટે રજૂઆત કરશે.

ABOUT THE AUTHOR

...view details