અમદાવાદઃ રાજ્યમાં અને ઘણી જગ્યાએ દિવસેને દિવસે રખડતા(New law on stray cattle)ઢોરના ત્રાસ વધી રહ્યો છે ક્યાંક ને ક્યાંક અકસ્માત તો થતા રહેતા હોય છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ નારાજગી દર્શાવી છે. ત્યારે હવે લોકોને રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ આપવા માટે રાજ્ય સરકારે નવા કાયદાનો (New law of Gujarat High Court) ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. જેનો અભ્યાસ અનેસંશોધનકર્યા બાદ કાયદાનું સ્વરૂપ આપવામાંઆવશે. આ મામલે રાજ્ય સરકાર વતી ગુજરાત હાઇકોર્ટમાં જાણકારી આપવામાં આવી છે. હાલ આ ડ્રાફ્ટ વિધાનસભા કમિટી સમક્ષ છે.
મહારાષ્ટ્રમાં રખડતા પશુઓ મામલે જેમ કાયદા
આ મામલે જાણકારી આપતા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમારે શાહે કહ્યું કે, શહેરી વિસ્તારોની હદથી દૂર અલગ વસાહતો અને ઢોરવાડા બનાવવા અંગે પણ રાજ્ય સરકારની વિચારણા છે. આ કાયદામાં પશુઓના ગળામાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન(Radio Frequency Identification) ટેગ લગાવવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરો અને નગરોમાં અલગ-અલગ ઝોનને નો કેટલ ઝોન જાહેર કરી શકે છે. મહારાષ્ટ્રમાં રખડતા પશુઓ મામલે જેમ કાયદા છે, તેના જેવો કાયદો ગુજરાતમાં આવવા જઈ રહ્યો છે. જેમાં રસ્તે ચરતા પશુઓ- ઢોરને લગતી તમામ બાબતોનો સમાવેશ કરી લેવામાં આવશે.
આ પણ વાંચોઃPollution In Sabarmati : સાબરમતી નદીનાં પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો હુકમ