- શાહપુર ખાતે અધ્યતન મેટરનીટી હોલ તૈયાર કરાશે
- બહેરામપુરા ખાતે લાઇબ્રેરી મલ્ટીપરપઝ હોલ તૈયાર કરાશે
- કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં નવા વિકાસના કામો શરૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં શાહપુર ખાતે અધ્યતન મેટરનીટી હોલ તૈયાર કરવામાં આવશે. તેમજ બેરામપુરા ખાતે લાઇબ્રેરી મલ્ટીપર્પજ હોલ તૈયાર કરવામાં આવશે.
કરોડના ખર્ચે અધ્યતન મેટરનીટી હોલ તૈયાર થશે
શહેરના મધ્યઝોનમાં આવેલા શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તારમાં હાલમાં હયાત અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી કોલની તોડીને રૂપિયા 2.75 કરોડના ખર્ચે અદ્યતન નવું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે. જેનો લાભ સમગ્ર પશ્ચિમ અમદાવાદ મળશે.