ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ : શોભાના ગાંઠિયા જેવા ટ્રાફિક બૂથ - latest news in Ahmedabad Traffic Police

અમદાવાદના જુદા જુદા વિસ્તારોના માર્ગો પર ટ્રાફિક પોલીસને ઉભા રહેવા માટે નવા બૂથ ઉભા કરવામાં આવી રહ્યા છે. સતત વધતા ટ્રાફિકના નિયમન માટે મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવેલા બૂથનો ક્યાંય ઉપયોગ થતો નથી. રોડ વચ્ચે મુકેલા નવા અને જૂના બૂથ શોભાના ગાંઠિયા સમાન છે.

અમદાવાદ : શોભાના ગાંઠિયા જેવા ટ્રાફિક બૂથ
અમદાવાદ : શોભાના ગાંઠિયા જેવા ટ્રાફિક બૂથ

By

Published : Dec 17, 2020, 3:41 PM IST

  • વધતા જતા વાહનો ટ્રાફિક પોલીસ માટે ચેલેન્જ
  • ટ્રાફિક પોલીસને આધુનિક સાધનોથી સજ્જ કરવાનો પ્રયાસ
  • પોલીસ સાથે હોમગાર્ડઝ, ટીઆરબી
  • ચાર રસ્તે મુકેલા ટ્રાફિક બૂથ ઉપયોગ વગરના

અમદાવાદ : શહેરના જુદા જુદા વિસ્તારોના માર્ગો પર ટ્રાફિક પોલીસને ઉભા રહેવા માટે નવા બૂથ ઉભા કરવામાં આવી રહ્યા છે. સતત વધતા ટ્રાફિકના નિયમન માટે મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવેલા બૂથનો ક્યાંય ઉપયોગ થતો નથી. રોડ વચ્ચે મૂકેલા નવા અને જૂના બૂથ શોભાના ગાંઠિયા સમાન છે.

અમદાવાદ શોભાના ગાંઠિયા જેવા ટ્રાફિક બૂથ

ટ્રાફિક પોલીસ માટે તૈયાર કરવામાં આવી 'રેસ્ટ' કેબિનો

પૂર્વ, પશ્ચિમ, મધ્ય સાથે ચોતરફ વિકસતા શહેર માં ટ્રાફિક નિયંત્રણ અને નિયમન પોલીસ વિભાગ માટે ચેલેન્જ છે. ટ્રાફિક પોલીસની સાથે હોમગાર્ડઝ, ટીઆરબી જવાનો પણ માર્ગો પર ટ્રાફિક નિયમનની કામગીરીમાં સહભાગી છે. ટ્રાફિકના કાયદાનો કડક અમલ કરાવવા બેરિકેડ, સિગ્નલો, આધુનિક કેમેરા થી સજ્જ ગાડીઓ, બાઇક સવારોની સગવડો પણ અપાઇ છે. ટ્રાફિક પોલીસ માટે કપડાં, મોબાઈલ, ચશ્માં, રિયલ એસ્ટેટ જેવી અનેક કંપનીઓએ બૂથ, કેબિન પણ તૈયાર કરી આપ્યા છે. મેમનગર ટોપા સર્કલ, સીટી આકારની કેબિન પંચવટી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઘણાં વિસ્તારોમાં 'રેસ્ટ' કેબિનો પણ મોટા પ્રમાણમાં મુકવામાં આવી છે.

અમદાવાદ શોભાના ગાંઠિયા જેવા ટ્રાફિક બૂથ

ટ્રાફિક પોલીસ માટે નવા બૂથો મુકાયા
તાજેતરમાં જ મેમનગર, વંદે માતરમ રોડ, સિંધુ ભવન રોડ જેવા અનેક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસને ઉભા રહેવા માટે બૂથ મુકવામાં આવ્યા છે. જેથી ટ્રાફિક કર્મચારીઓ બૂથ ઉપર ઉભા રહી સરળતાથી ચોતરફ ટ્રાફિક કંટ્રોલ કરી શકે. પરંતુ માર્ગો પરના બૂથ પર હોમગાર્ડઝ, ટીઆરબી કે પોલીસના જવાનો ઉભા રહેતા નથી. એટલે ટ્રાફિક પોલીસના આ બૂથ ખાનગી કંપનીઓએ કે, તંત્રએ જાહેરાતના પાટિયા ચોંટાડવા મૂક્યા હોય એવું લાગે.
અમદાવાદ શોભાના ગાંઠિયા જેવા ટ્રાફિક બૂથ

ઘણાં વિસ્તારોમાં ટ્રાફિક બૂથ ભંગાર હાલતમાં


કેટલાંક વિસ્તારોમાં બૂથ, ફૂટપાથો કે, ડિવાઇડરો પર ભંગાર હાલતમાં પડ્યા છે, તો ક્યાંક કડિયા નાકે ઉભા કરેલા બૂથ પર મજુરો બેસી જાય છે. થોડા મોટા અને ફૂટપાથ પર મુકેલા બૂથ પર લોકો એ પોતાના ઘર બનાવી દીધા છે. એટલે પ્રશ્ન એ થાય કે, મોંઘાદાટ ટ્રાફિક બૂથ જાહેરાતો ચોંટાડવા માટે જ છે કે, માર્ગોની શોભા વધારવા ? કારણ કે, મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિક નિયમન માટે મુકેલા કર્મચારીઓ એક ખૂણે જ જોવા મળે છે.

અમદાવાદ શોભાના ગાંઠિયા જેવા ટ્રાફિક બૂથ

ABOUT THE AUTHOR

...view details