- બાપુનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો
- નજીવી બાબતમાં બોલાચાલી થતા વૃદ્ધની કરાઈ હત્યા
- આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
અમદાવાદઃ બાપુનગરમાં રહેતા નસીમખાન પઠાણ તેમનો ધંધો કરીને ઘરે આવ્યા હતા. તે દરમિયાન તેમના પાડોશમાં રહેતા સંજયખાન પઠાણ તેમના ઘર પાસેથી ચાલતો જતો હતો. તે દરમિયાન નસીમખાન અને સંજયખાન પઠાણનો ઝઘડો થતા બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ સંજયખાને વૃદ્ધને માર મારવાનું શરૂ કર્યું હતું અને એટલામાં સંજયખાનના અન્ય 3 ભાઈઓ પણ આવ્યા હતા. જ્યારે સંજયખાન પાસે છરી હતી અને તેના એક ભાઈ પાસે લાકડાનો દંડો હતો. તેનાથી નસીમખાનને પેટમાં છરીના ઘા માર્યા હતા અને માથાના ભાગે લાકડાનો દંડો મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યાર બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.