ગુજરાત

gujarat

By

Published : May 21, 2019, 5:33 AM IST

ETV Bharat / state

બોગસ કંપની ઉભી કરી ગેરકાયદે વ્યવહાર કરનારા ભંડારી બંધુઓને NCLTએ નોટિસ પાઠવી

અમદાવાદઃ બોગસ કંપની ઊભી કરી ખોટી રીતે લેટર ઓફ ક્રેડિટ મેળવ્યા બાદ ગેરકાયદેસર રીતે 175 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શનના કેસમાં ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ભંડારી અને તેમના ભાઈ સહિતને કંપનીમાંથી દૂર કરવા બાબતે દાખલ કરાયેલી પિટિશનમાં NCLTએ ભંડારી બંધુઓ સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો.

બોગ્સ કંપની ઉભી કરી ગેરકાયદેસર વ્યવહાર કરનાર ભંડારી બંધુઓને NCLTએ નોટિસ પાઠવી

અરજદારના વકીલે દલીલ કરી હતી કે, કંપનીમાં 6 હજારથી વધુ શેરહોલ્ડર્સ નાણા સીધી રીતે સંકળાયેલા છે. ત્યારે ભંડારી બંધુઓ દ્વારા કેટલાક કરોડ રૂપિયા તેમના અંગત ઉપયોગ અને અન્ય ધમનીઓમાં રોકાણ કર્યા પણ આક્ષેપ કર્યો હતો.

ભંડારી બંધુઓ પર આક્ષેપ છે કે, પોતાને લાભ કરાવવા માટે ખોટી કંપની ઊભી કરી કરોડો રૂપિયા ગેરકાયદેસર રીતે બીજી કંપનીમાં મોકલ્યા છે. ભંડારી બંધુઓ દ્વારા અનેક કંપનીઓમાં ખોટી રીતે ટ્રાન્ઝેકશન કરી શેરોના નાણાનો દુરુપયોગ કરી પોતાના નામે ટ્રાન્સફર કરાવવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ આ મુદ્દે ભંડારી સહિત તમામને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે અને આ મુદ્દે વધુ સુનાવણી જુલાઈ મહિનામાં થશે.

ABOUT THE AUTHOR

...view details