ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari Crime: દારુના નશામાં NRI યુવકે અકસ્માત સર્જ્યો, 5થી વધુ વાહનોને નુકસાન પહોંચાડતા પોલીસે કરી ધરપકડ - Navsari Crime

નવસારી ખાતે ગત રાત્રિએ બનેલા ડ્રીંક એન્ડ ડ્રાઈવના ગુનામાં એક NRI યુવકે દારૂ પીધેલી હાલતમાં પાંચ વાહનો સહિત એક લારીને અડફેટે લઈ મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. નવસારી ટાઉન પોલીસે આ ગુના અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 9:35 AM IST

NRI યુવકે દારૂ પીધેલી હાલતમાં પાંચ વાહનો સહિત એક લારીને અડફેટે લીધા

નવસારી:અમદાવાદ ખાતે ડ્રીંક એન્ડ ડ્રાઈવના ગુનામાં નવ લોકોના મોત થયા બાદ પણ ગુજરાતના અન્ય શહેરોમાં આ પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે નવસારી ખાતે ગત રાત્રિએ જુનાથાણા નજીક આવેલા ખત્રીવાડ ખાતે આવેલી નવી ચાલીમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવના એક બનાવમાં દારૂના નશામાં એક યુવાને ચાલીમાં રોડ ઉપર પાર્ક કરેલી ત્રણ કાર તેમજ બે બાઈક અને બે મોપેડ સહિત એક લારીને ટક્કર મારી અને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.

5થી વધુ વાહનોને નુકસાન

ડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસ: આ ઘટના અંગે નવી ચાલીમાં રહેતા જીગ્નેશભાઈ પટેલે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા નવસારી પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઈવના ગુનામાં સંડોવાયેલા આશાબાગ નજીક આવેલા વિવાંતા એપાર્ટમેન્ટમાં રહેતા 33 વર્ષીય નોશરભાઈ નિમેષભાઈ ઝવેરીને ઝડપી પાડ્યો હતોનવસારી ટાઉન પોલીસે આ ગુના અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

NRI યુવકે અકસ્માત સર્જ્યો

કારમાં મળી દારુની બોટલ: મળતી માહિતી મુજબ આરોપી એનઆરઆઈ હોવાની જાણકારી મળી છે. આરોપીના કબજા વાળી મારુતિ કંપનીની બલેનો કારમાંથી પોલીસને બિયરના ખાલી ટીન તેમજ ઠંડા પીણાની બોટલ પણ મળી આવી છે. ત્યારે બેફામ રીતે રાત્રિના સમયે ગાડી હંકારતા આ નશામાં આરોપીએ છ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. પરંતુ રાત્રિનો સમય હોવાથી ત્યાં કોઈ અવરજવર ન હતી નહીં તો મોટી જાનહાનીની ઘટના બની હોત ત્યારે આવા આરોપીઓને કડક સજા મળે તેવી આસપાસના લોકોની માંગણી કરી છે.

" નવસારીના ટાઉન વિસ્તાર ખત્રીવાડમાં રાત્રિ દરમિયાન NRI યુવક નોશર ઝવેરીએ નશાની હાલતમાં રાત્રે દરમિયાન બાઇક અને કારને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જે બનાવવાની ગંભીરતાને ધ્યાને લઈને નવસારી ટાઉન પોલીસે આરોપીને અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે." - એસ કે રાય, નાયબ પોલીસ અધિક્ષક

  1. ISKCON Accident: ઇસ્કોન બ્રિજ પર ફરી હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત
  2. Giridih Crime News: સીપીઆઈ માઓવાદીના ટોચના નેતાઓએ પ્લાન્ટ કર્યા હતા વિસ્ફોટક, મોટો ખુલાસો

ABOUT THE AUTHOR

...view details