ગુજરાત

gujarat

Navratri Rain Forecast : ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત, ખેલૈયાઓમાં છવાયો આનંદ

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 8:09 PM IST

નવરાત્રીમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અગાઉ હવામાન વિભાગ દ્વારા નવરાત્રીમાં વરસાદ થવાની સંભાવના અંગે માહિતી આપવામાં આવી હતી. પરંતુ હાલની લેટેસ્ટ અપડેટ જાણીને ખેલૈયાઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

Etv Bharat
Etv Bharat

નવરાત્રિમાં નહિ પડે વરસાદ

અમદાવાદ :ગુજરાત રાજ્યમાં નવરાત્રી દરમિયાન હવામાન વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા કરવામાં આવેલી આગાહીને પગલે ખેલૈયાઓમાં હતાશા જોવા મળી હતી. પરંતુ હવે ફરીથી ખેલૈયાઓ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદ મામલે આગાહી કરવામાં આવી છે. જેમાં નવરાત્રીમાં ખેલૈયાઓ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે.

ગરબા રસિકો માટે ખુશખબર :હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી સપ્તાહ દરમિયાન વરસાદના કોઈ સંકેત નથી. પરંતુ ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદ સાથે વરસાદી વાતાવરણની આગાહી કરવામાં આવી છે. જેથી નવરાત્રીમાં વરસાદને લઈને ખેલૈયાઓ માટે રાહતના સમાચાર આવતા ખેલૈયાઓમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

હવામાન વિભાગની આગાહી : આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી અને નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન નથી. 7 દિવસમાં મંગળવારથી રવિવાર સુધી વરસાદ આવશે નહી તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તથા રાજ્યના કોઈ પણ ભાગમાં વરસાદ નહીં પડે તેમ પણ જણાવ્યું છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ડબલ ઋતુ : 17 ઓક્ટોબર મંગળવારથી લઈને રવિવાર સુધીમાં રાજ્યમાં ક્યાંય પણ વરસાદ પડવાની સંભાવના જણાતી ન હોવાની વિગતો હવામાન ખાતા દ્વારા માહિતી આપવામાં આવી છે. જેથી નવરાત્રીમાં વરસાદની શક્યતા ન હોવાથી ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી શકશે. જોકે હાલ નવરાત્રીમાં મોડી સાંજથી ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે અને શિયાળાની શરૂઆત થઈ રહી હોવાનો પણ અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ડબલ ઋતુનો અનુભવ કરી રહેલા લોકો પણ વરસાદની આગાહીને પગલે ચિંતાગ્રસ્ત થયા હતા.

વરસાદી વાતાવરણ : હવે હવામાન વિભાગે આવનારા દિવસોમાં વરસાદ અંગે કરેલી આગાહી બાદ ગરબા રસિકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. હાલમાં હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં વરસાદી વાતાવરણ હોય શકે, પરંતુ વરસાદની સંભાવના નહિવત જોવા મળી રહી છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ નવરાત્રીના દિવસોમાં લો પ્રેશરને કારણે વરસાદની સંભાવના ટળી જતા હવે નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે.

  1. Gujarat Weather Update : કમોસમી વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી, ક્રિકેટ પ્રેમીઓ અને ખેલૈયાઓનો મૂડ બગડશે?
  2. Gujarat Weather Update : નવરાત્રીમાં ખેલૈયાઓનો મૂડ બગડશે, હવામાન વિભાગે કરી મહત્વપૂર્ણ આગાહી

ABOUT THE AUTHOR

...view details