અમદાવાદ : નવલી નવરાત્રી આવી રહી છે. ગુજરાતીઓમાં સાથે ખાસ કરીને અમદાવાદીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માત્ર 7 દિવસની અંદર જ નવરાત્રી આવી રહી છે. શીતલ ઠાકોર ઇટીવી સાથે વાત કરવા પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. શીતલ ઠાકોરે જણાવ્યું કે, આ વખતે તેઓ ટ્રેન્ડી સોંગ સાથે લોકોને ગરબા કરવા તૈયાર છે. લોકોને ગમશે તેવા ગીતોની રમઝટ બોલાવવામાં આવશે મારા તરફથી તમામ એવો પ્રયાસ હશે જેનાથી લોકોને આનંદ મળે.
Singer Sheetal Thakor : શીતલ ઠાકોરના કંઠે મન મૂકીને ઝૂમી ઉઠ્યા ખેલૈયાઓ, નોરતાનું કાઉન્ટડાઉન શરૂ - સિંગર શીતલ ઠાકોર નું ઇન્ટરવ્યૂ
નવરાત્રિના તહેવાર પહેલાં પ્રિ-નવરાત્રી ગરબાનું આયોજન અમદાવાદની વિવિધ જગ્યાએ કરવામાં આવ્યું હતું. શનિ-રવિની રજા દરમિયાન વિવિધ જગ્યાઓ અને પાર્ટી પ્લોટમાં ગરબા યોજવામાં આવ્યા હતા. જેમાં સાનિધ્ય પાર્ટી પ્લોટમાં રાધે ઈવેન્ટ્સ દ્વારા એક રાત્રી નવરાત્રી 2023 પહેલા લાઈવ સિંગર શીતલબેન ઠાકોર સાથે કરવામાં આવ્યું હતું.
Published : Oct 9, 2023, 8:05 PM IST
લોકોનો જોવા મળ્યો મહા મેળો : શનિવારના રોજ નવરાત્રીનો મહા મેળો જોવા મળ્યો હતો. શીતલ ઠોકરના સંગે ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્યા હતા. લોકો પોતાના પહેરવેશની સાથે ઝૂમતા જોવા મળ્યા હતા. શીતલ ઠાકોર ઈટીવી સાથે પણ ગરબાની રમઝટ બોલાવી હતી. એક રાત્રી બિ ફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. ખાસ કરીને નવરાત્રીની રાહ જોતા લોકોને નવરાત્રી પહેલા જૂમવાનો આનંદ મળ્યો છે.
ટ્રેડિશનલ ડ્રેસમાં યુવક-યુવતીઓ મનભરીને ગરબે ઘૂમ્યા : શીતલ ઠાકોર ગરબા ગાતા હોય તો લોકો ઝૂમી જ ઉઠવાના છે. ત્યારે આ પ્રી નવરાત્રીમાં પણ બાળકોની સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં યુવક-યુવતીઓ મનભરીને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. માહોલ એવો બન્યો કે લાગતું જ ન હતું કે નવરાત્રી નથી. માહોલ શનિવારની રાત્રી નવરાત્રી લાગી રહી હતી. માં અંબાના સાનિધ્યમાં લોકો ગરબા કરતા ભક્તી કરતા નજરે પડ્યા હતા.