ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રકૃતિની લીલા કેનવાસ પર, અમદાવાદમાં "જર્ની ટુ નેચર" ચિત્રપ્રદર્શન - ગુફા - આર્ટ ગેલેરી

અમદાવાદ: આધુનિક અને ટેકનોલોજીના યુગમાં આપણી પારંપરિક કલાઓને જીવંત રાખવાનો એક પ્રયાસ અમદાવાદમાં કરવામાં આવ્યો છે. અમદાવાદની ગુફા- આર્ટ ગેલેરીમાં "જર્ની ટુ નેચર"ની થીમ પર અદભૂત ચિત્રપ્રદર્શન યોજાયું છે.

પ્રકૃતિની લીલા કેનવાસ પર, અમદાવાદમાં "જર્ની ટુ નેચર" ચિત્રપ્રદર્શન

By

Published : Aug 7, 2019, 8:34 PM IST

Updated : Aug 8, 2019, 7:01 PM IST

કુદરતના રંગનો સંગ અને પીંછીની કરામત...ખડી થઇ ગઇ અદભૂત ચિત્રોની આ દુનિયા. રંગ વગરની દુનિયા કલ્પવી મુશકેલ છે અને બધી જ લલિતકલાઓમાં ચિત્રકલા જ રંગની મદદથી નયનરમ્ય સૌંદર્યને નજર સમક્ષ ખડા કરી શકે છે. ચિત્રકાર શબ્દોને રંગીને કેનવાસ પર કંડારે છે. આવા જ ચિત્રકાર જસ્મીન દવેએ "જર્ની ટુ નેચર"ની થીમ પર અમદાવાદમાં ચિત્રપ્રદર્શનનું આયોજન કર્યુ છે. આ એક્ઝિબિશનમાં નેચર સિરીઝ પર 27 ચિત્રો રજૂ કરાયા છે. જેનું ઉદ્ઘાટન જાણીતા ચિત્રકાર નટુ મિસ્ત્રી, મનહર કાપડિયા, વેલ્થ એડવાઇઝર અને કલા પ્રેમી બસંત મહેશ્વરી અને યૂઆઇડીના ટ્રસ્ટી અમિત ગજ્જરે કર્યું હતું અને કલાકારને પ્રોત્યાહન આપ્યું હતું.

પ્રકૃતિની લીલા કેનવાસ પર, અમદાવાદમાં "જર્ની ટુ નેચર" ચિત્રપ્રદર્શન

ચિત્ર એ એક અનુભૂતિનો વિષય છે. આ ચિત્રો જોઇને એક નજરમાં કુદરત અને કુદરતે બક્ષેલી આ અદભૂત કળા બન્ને તાદાત્મય થતા દેખાઇ છે. નજર ઉઠાવો ત્યાં પ્રકૃતિ જીવંત દેખાઇ છે. આ ચિત્રકલામાં જસ્મીન ભાઇએ યોગને પણ સામેલ કર્યુ છે.

કેનવાસ પેપર અને એક્રેલિક રંગો વડે ચિત્રકાર જસ્મીન ભાઇએ પ્રકૃતિ પ્રેમને અલગ અલગ મુદ્રાઓમાં ચિત્રીત કર્યો છે. સર્જનાત્મક શૈલીથી દોરાયેલા આ નિસર્ગ ચિત્રો, પ્રકૃતિની તમામ છટાઓને પોતાનામાં સમાવી લેતા જણાઇ છે. કેનવાસ પર આર્ટિસ્ટનો આ પ્રકૃતિ પ્રેમ દર્શનીય છે. આ એક્ઝિબિશન 11 ઓગસ્ટ સુધી સાંજે 4 થી 8 દરમિયાન અમદાવાદની ગુફામાં કલાપ્રેમીઓ નિહાળી શકશે.

Last Updated : Aug 8, 2019, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details