પુસ્તકો નિઃસ્વાર્થ ભાવે માનવીના આજીવન મિત્ર બની રહે છે. જીવન જીવવાની નવી પ્રેરણા અને ઉર્જા આપવા સાથે માનવજીવનને ઉર્ધ્વગામી બનાવે છે. આજના સોશિયલ મિડીયા, ઇ-બુક્સ અને ઇન્ટરનેટ-વેબસાઇટના યુગમાં પણ પુસ્તકોનો સાથ ન છૂટવો જોઇએ.
અમદાવાદમાં 8માં નેશનલ બુક ફેરના પ્રથમ દિવસે લોકોની ભારે ભીડ
અમદાવાદ: શરીર માટે કસરત જરુરી છે. તેમ મન માટે વાંચન જરુરી છે. વાંચનએ મનની કસરત છે. શહેરમાં સતત આઠમાં વર્ષે નેશનલ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અમદાવાદવાસીઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
મુખ્યપ્રધાને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સતત ૮માં વર્ષે આયોજિત અમદાવાદ નેશનલ બુક ફેરનો શુભારંભ કરાવતાં કહ્યું હતું કે, પરમાત્માનું સરનામુ આત્મા અને હ્દય છે. તો સંસ્કૃતિનું સરનામુ પુસ્તક છે. વિજય રૂપાણીએ આ પુસ્તક મેળા સાથે પુસ્તક પરબ, કવિ સંમેલનો, સાહિત્ય ગોષ્ઠી જેવા ઉપક્રમોથી હોલીસ્ટીક લીટરેચર ફેસ્ટિવલનો લાભ શહેરીજનોને મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આઠમાં રાષ્ટ્રીય પુસ્તક મેળામાં પહેલા જ દિવસે લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ રહ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી.