ગુજરાત

gujarat

ETV Bharat / state

રાષ્ટ્રીય પુરસ્કારીત ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ દિલ્હીમાં દર્શાવાઇ - National Awarded Gujarati Film "Hellaro"

રાષ્ટ્રીય પુરસ્કારીત ગુજરાતી ફિલ્મ "હેલ્લારો" શનિવારે દિલ્હીમાં દર્શાવવામાં આવી હતી. ગુજરાતના કલા અને સંસ્કૃતિના પ્રમોશનના ભાગરૂપે દિલ્હીના ચાણક્ય સિનેમામાં રાખવામાં આવેલા આ ફિલ્મને વિદેશોના રાજદૂતો, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ફિલ્મ ક્રિટીક્સ, પત્રકાર લોકોએ નિહાળી હતી અને ફિલ્મની પ્રશંસા કરી હતી.

ahemdabad
રાષ્ટ્રીય પુરસ્કારીત ગુજરાતી ફિલ્મ "હેલ્લારો" દિલ્હીમાં દર્શાવવામાં આવી

By

Published : Jan 25, 2020, 9:45 PM IST

અમદાવાદઃ દિલ્હીની નિવાસી આયુક્ત આરતી કંવરએ કહ્યું કે, ગુજરાતનો કલા વારસો ખૂબ જ સમૃદ્ધ છે, જેને દિલ્હીમાં દર્શાવવાના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આ ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું. "હેલ્લારો" ફિલ્મ એવા એક મહિલાના સમૂહની કહાની છે કે, જૂના વર્ષોથી ચાલી આવતા કુરિવાજોમાંથી મુક્ત થઇ કચ્છના રણમાં ભૂલા પડેલા "ઢોલી"ના ઢોલના તાલ અને સંગીત પર પોતાના જીવનમાં નવો ઉત્સાહ લાવે છે.

ABOUT THE AUTHOR

...view details