દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કૉર્પોરેટર જમનાબેન વેગડા રવિવારે રાત્રે 'હેલ્લારો' ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મમાં એક ઢોલી ગામમાં આશરો લેવા ગામના મુખીને મળી અને જોશમાં ઢોલ વગાડે છે. મુખી તેના માણસને ઘી આપી રવાના કરવા કહે છે, પરંતુ ઢોલી તેને ઘી નહીં પણ આશરો લેવા આવ્યો હોવાનું કહે છે. જેથી મુખી ઢોલીને નામ પૂછતાં મૂળજી કહે છે. મુખીએ મૂળજી એટલે કેવા એમ પૂછ્યું હતું. જેથી ઢોલીએ પોતે એક ચોક્કસ જાતિના હોવાનું કહ્યું હતું.
નેશનલ એવૉર્ડ વિનિંગ ફિલ્મ 'હેલ્લારો' વિવાદમાં, નિર્દેશક સહિત 7 સામે ફરિયાદ
અમદાવાદઃ શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મેળવનાર ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો'ના ડાયરેક્ટર, નિર્માતા અને ડાયલોગ લખનાર સહિતના લોકો સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાઈ છે. ફિલ્મમાં અનુસૂચિત જાતિ વિષયક શબ્દનો ઉપયોગ કરી જાતિ અને સમાજ માટે અપમાનિત શબ્દોના ઉપયોગ બદલ કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાએ ફરિયાદ નોંધાવી છે. તેમણે ડાયલોગમાં ચોક્કસ જાતિનો ઉલ્લેખ કરાયાનો આક્ષેપ કર્યો છે.
હેલ્લારો
કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાનો આક્ષેપ છે કે, 'ફિલ્મમાં સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલા શબ્દનો ઉલ્લેખ કરી જાતિનું અપમાન કરવામાં આવ્યું છે. જાતિને અપમાનિત કરે તેવા શબ્દોનો પ્રયોગ કરાયો છે.' આ મુદ્દે 'હેલ્લારો' ફિલ્મના દિગ્દર્શક અભિષેક શાહ, ડાયરેક્ટર આશિષ સી. પટેલ, નીરવ સી. પટેલ, આયુષ પટેલ, મિત જાની, પ્રતિક ગુપ્તા, ડાયલોગ લખનાર સૌમ્ય જોશી સામે ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.