ગુજરાત

gujarat

ETV Bharat / state

નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ઉજવણીમાં કર્યો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ - કોરોના વાઇરસ

કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં રાજકીય પાર્ટીઓ કોરોનાની ગાઈડલાઈન પાળવાનું હંમેશા ચૂકી છે. આ મુદ્દાને લઈને જાહેર માધ્યમો અને કોર્ટ દ્વારા પણ રાજકીય પાર્ટીઓ પર ટીકા ટિપ્પણી કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં હજુ તેના પ્રત્યે રાજકારણીઓ ગંભીર દેખાતા નથી. નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી પોતાના ધારાસભ્ય બનવાના ત્રણ વર્ષ પુરા થયા નિમિત્તે પોતાની ઓફિસ ખાતે ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા હતા. તેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ઉજવણીમાં કર્યો સોશિયલ ડિસ્ટન્સનનો ભંગ
નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ઉજવણીમાં કર્યો સોશિયલ ડિસ્ટન્સનનો ભંગ

By

Published : Dec 18, 2020, 7:16 PM IST

Updated : Dec 18, 2020, 7:45 PM IST

  • નરોડાના ધારાસભ્ય ઉજાણીમાં કોરોનાની ગાઈડલાઈન ભૂલ્યા
  • થાવાણીની ઓફિસ બહાર ઉજાણીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહીં
  • અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યા છે બલરામ થાવાણી


અમદાવાદ : કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં રાજકીય પાર્ટીઓ કોરોનાની ગાઈડલાઈન પાળવાનું હંમેશા ચૂકી છે. આ મુદ્દાને લઈને જાહેર માધ્યમો અને કોર્ટ દ્વારા પણ રાજકીય પાર્ટીઓ પર ટીકા ટિપ્પણી કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં હજુ તેના પ્રત્યે રાજકારણીઓ ગંભીર દેખાતા નથી. નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી પોતાના ધારાસભ્ય બનવાના ત્રણ વર્ષ પુરા થયા નિમિત્તે પોતાની ઓફિસ ખાતે ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા હતા. તેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ઉજવણીમાં કર્યો સોશિયલ ડિસ્ટન્સનનો ભંગ

કાર્યકરોએ બલરામ થાવાણીને અભિનંદન આપવા લાઈનો લગાવી

ભાજપના નરોડા વિસ્તારના કાર્યકરોએ બલરામ થાવાણીને અભિનંદન આપ્યા હતા. પરંતુ આ સમયે ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાયુ નહોતું. કાર્યકરોએ બલરામ થાવાણીને અભિનંદન આપવા લાઇન લગાવી હતી. અગાઉ પણ બલરામ થાવાણી અનેક વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે. આમ છતાં શાસક પક્ષના ધારાસભ્ય હોવાથી તેમણે પોતાની જવાબદારીઓનું ભાન નથી.

બલરામ થાવાણીએ વીડિયો સોશીયલ મીડિયા પર મૂકીને ડીલીટ માર્યો

બલરામ થાવાણીએ ઉજવણીનો પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ મૂક્યો હતો. પરંતુ આ વીડિયો વાયરલ થતા અને તેની ચોમેર ટીકા થતા ઉપરથી દબાણ આવવાથી તે વીડિયો ડીલીટ કરી દીધો હતો.


સરકાર અને શાસક પક્ષ આવી ઘટનાઓ અંગે જવાબ આપે

અહીં પ્રશ્ન એ આવીને ઊભો થાય છે કે, જ્યારે પ્રજાને તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઇનના ભંગ માટે મસમોટો દંડ કરવામાં આવતો હોય છે. ત્યારે પ્રજા માટે લગ્ન અને અંતિમ સંસ્કારને લઈને નિયમો સરકાર બનાવતી હોય, તો શું ધારાસભ્ય અને શાસક પક્ષ આ નિયમોથી ઉપર છે ? તેનો જવાબ સરકાર આપે.

Last Updated : Dec 18, 2020, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details