ન્યાય નહીં પણ અન્યાય ગણાવ્યો અમદાવાદ : 27 ફેબ્રુઆરી 2002માં ગુજરાતમાં ગોધરા કાંડ થયો હતો. ત્યારે બીજા દિવસ 28 ફેબ્રુઆરીના રોજ નરોડા ગામમાં ઘરની બહાર અને ઘરમાં 11 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતાં. જેના પગલે પોલીસ દ્વારા ઘટના સ્થળે જ 20 લોકોની ધરપકડ કરી હતી અને આગળની તપાસમાં વધુ 50 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેના પગલે સ્પેશિયલ કોર્ટે તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.
યોગ્ય ન્યાય નથી મળ્યો : સ્થાનિક સમીર શેખે જણાવ્યું હતું કે જ્યારે આ નરોડા ગામ હત્યાકાંડ બન્યો ત્યારે હું અહીંયા જ હાજર હતો. તે સમયે મારી ઉંમર 20 વર્ષ જેવી હતી અને અત્યારે મારી ઉંમર 40થી આસપાસ થઈ છે. સ્પેશિયલ કોર્ટ દ્વારા જે આજે ચૂકાદો આપવામાં આવ્યો છે તે ચૂકાદો 21 વર્ષ બાદ આપવામાં આવ્યો છે. જજ દ્વારા પણ જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં યોગ્ય ન્યાય મળ્યો નથી તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આ હત્યાકાંડમાં મારા પરિવારનું એક પણ સભ્ય ન હતું પરંતુ મારા બાજુમાં રહેતા અને મારા મિત્ર આ હત્યાકાંડનો ભોગ બન્યા હતાં.
આ પણ વાંચો Naroda Gam Massacre : નરોડામાં થયેલા નરસંહાર મામલે મોટો ચુકાદો, તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
પહેલાં 100 જેટલા મકાન હતાં : 2002 નરોડા ગામ હત્યાકાંડ પહેલાની વાત કરવામાં આવે તો અહીંયા લઘુમતી સમાજના 100થી પણ વધુ મકાનો હતા. જેમાં આ હત્યાકાંડ બાદ અહીંયા 15 જેટલા જ લઘુમતી સમાજના મકાનો જોવા મળી રહ્યા છે. 2002ની ઘટનામાં ખુશીની ચોક ખાતે અને ઘરની અંદર રહેલા લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતાં. જે ઘટનાને હજુ પણ તેના સ્થાનિક લોકો ભૂલી શક્યા નથી. જેમાં એક જ પરિવારના તમામ લોકોને ઘરમાં પૂરીને જીવતા સળગાવી દેવાની ઘટના સામે આવી હતી. જે ઘર હાલમાં પણ બંધ હાલતમાં જ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો Ahmedabad News : ડમી ઉમેદવાર કાંડમાં આવતીકાલે મોટા નેતાઓના નામનો કરીશ ખુલાસો : યુવરાજસિંહ
સમગ્ર દિવસ દરમિયાન માહોલ : આજે ચુકાદાના દિવસે આ વિસ્તારના માહોલની વાત કરીએ તો નરોડા ગામમાં સવારથી જ રાબેતા મુજબ શાંતિભર્યો પણ કરફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત જાહેર માર્ગ પર વાહનોની અવરજવર સહિત રાહદારોની આવનજાવન વગેરે જનજીવન રાબેતા મુજબ જોવા મળી રહ્યું હતું. નરોડા ગામની અંદર કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ઘણા અમુક સમયે અંતરે પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું હતું. જોકે સ્થાનિકો સ્પેશિયલ કોર્ટ દ્વારા આપવામાં ચુકાદાને યોગ્ય ગણાવી રહ્યાં નથી.