ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદાનું પાણી ભૂકંપનાં લીધે કાળું થયાંની અફવાનો ભેદ ઉકેલાયો - debris

અમદાવાદ: છેલ્લા કેટલાય દિવસથી નર્મદાના પાણીનાં મુદ્દે રાજનીતિ થઇ રહી છે, નર્મદાનું પીવાનું પાણી કાળુ થઈ રહ્યું છે. જેમાં સરકારનાં જ કેટલાક વિભાગો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, આ પાણી ભૂકંપના કારણે કાળુ થયું હોવાની શક્યતા દર્શાવી હતી પરંતુ આ આક્ષેપને લઈને રાજ્યનાં ભૂસ્તર વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, ભૂકંપનાં કારણે નર્મદાનું પાણી કાળુ  નથી જ્યારે છેલ્લા એક મહિનામાં નર્મદા ડેમની આસપાસનાં 30 કિમીનાં વિસ્તારમાં ભૂકંપ નોંધાયા છે પરંતુ તે ફક્ત મશીનમાં જ ફીલ થાય તેવા છે.

pani

By

Published : Feb 9, 2019, 9:14 PM IST

આ બાબતે ભૂસ્તરનાં વૈજ્ઞાનિક ડૉક્ટર સંતોષ કુમારે જણાવ્યું હતું કે, સરદાર સરોવરની વિસ્તારની આસપાસ અમે ત્રણ જેટલા મૂક્યા છે જેથી અને તેના આસપાસનાં વિસ્તારોમાં જો ભૂકંપ આવે તો ખબર પડે પરંતુ ગત મહિનામાં જે ભૂકંપ આવ્યા છે તે બેથી નીચેના છે જેનાથી સરદાર સરોવરનાં પાણીને કોઇ જ પ્રકારનો ફરક ન પડે આમ ભૂકંપનાં કારણે નર્મદા ડેમનું પાણી પડ્યું નથી.

pani
જ્યારે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા એક ટીમની રચના કરીને પાણીનાં સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. જેમાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, નર્મદાનું પાણી કાઢવાની એક શક્યતા દર્શાવવામાં આવી છે. જેમાં નર્મદા ડેમ બાંધતી વખતે તથા કેટલાય વર્ષોથી જે પાણી નર્મદા ડેમમાં આવે છે તે પાણીમાં રહેલો કચરો તથા ડેમ બાંધકામ કરતી સમયે જે કાટમાળ રહ્યો હોય તે તળિયામાં ખોવાઈ જાય છે. જ્યારે પાણીનું તાપમાન ખૂબ જ મોટા પ્રમાણમાં વધુ હોય છે. જેના કારણે આ ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે. જેથી પાણી કાળું પડે તેવી પણ શક્યતા દર્શાવતો એક રિપોર્ટ પણ રાજ્ય સરકારમાં જમા કરાવ્યો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details