ગુજરાત

gujarat

ETV Bharat / state

PM મોદીએ કરી આદ્યશક્તિની આરાધના, GMDC ગ્રાઉન્ડમાં માં અંબાના આશીર્વાદ લીધાં - વડાપ્રધાન મોદી

અમદાવાદ: મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવવા માટે વડાપ્રધાન મોદી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં આદ્યશકિતની આરતી ઊતારી ગરબા નિહાળ્યા હતા.

વડાપ્રધાને GMDC ગ્રાઉન્ડમાં માં આદ્યશક્તિની આરતી ઉતારી આશીર્વાદ દીધા

By

Published : Oct 2, 2019, 10:44 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોને સંબોધન કર્યા બાદ GMDC ખાતે યોજાતી વાયબ્રન્ટ નવરાત્રીમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ જીએમડીસી ખાતે ગરબામાં પહોંચ્યા હતા. અહીં માં અંબાની આરાધના કરી હતી. ત્યારબાદ લોક લાડીલા ગાયક કિર્તીદાન ગઢવીએ સ્વચ્છતાનો ગરબો રજૂ કર્યો હતો. જેમાં ખેલૈયાઓ ગરબે જૂમ્યા હતા.

વડાપ્રધાને GMDC ગ્રાઉન્ડમાં માં આદ્યશક્તિની આરતી ઉતારી આશીર્વાદ દીધા

ABOUT THE AUTHOR

...view details