નારાયણ સાંઇ દ્વારા મહિલા પર આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમા સહ-મહિલા આરોપી ધર્મિષ્ઠા ઉર્ફ ગંગા અને ભાવના ઉર્ફે જમુના સહિત 3 લોકોને સુરત સેશન્સ કોર્ટે દુષ્કાર્મના કેસમાં સંડોવાયેલા હોવાથી 10 -10 વર્ષની સજા ફટકારી હતી. જેને રદ કરવા હાઇકોર્ટમાં અપિલ દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે સોમવારે સુરત સેશન્સ કોર્ટના ચુકાદા સામે પડકારવામાં આવેલી અપિલને માન્ય રાખ્યું છે. જ્યારે સજા રદ કરી જામીન મેળવવા મુદ્દેની અરજીમાં રાજ્ય સરકારને નોટિસ પાઠવી 18મી જુલાઈ સુધી ખુલાસો માંગ્યો છે.
નારાયણ સાંઈ દુષ્કર્મ કેસઃ સહ-મહિલા આરોપીઓના જામીન મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે માંગ્યો ખુલાસો - ahmedabad
અમદાવાદઃ આશારામ બાપુના પુત્ર નારાયણ સાંઈ દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં સહ-મહિલા આરોપી ગંગા અને જમનાને સુરત સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાને રદ કરી જામીન આપવા મુદ્દે સોમવારના રોજ હાઇકોર્ટમાં રિટ દાખલ કરતા જસ્ટિસ આર.પી. ધોલરીયાએ રાજ્ય સરકારને નોટિસ કાઢી ખુલાસો માંગ્યો છે. બંને સહ-મહિલા આરોપીઓ દ્વારા નીચલી કોર્ટના ચુકાદાને પડકાર્યો છે જેને કોર્ટે માન્ય રાખી વધુ સુનાવણી 18મી જુલાઈના રોજ હાથ ધરવાનો આદેશ કર્યો હતો.
સ્પોટ ફોટો
30મી એપ્રિલના રોજ આસારામ બાપુના પુત્ર નારાયણ સાઈને પોતાની પૂર્વ સાધિકા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં સુરત સેશન કોર્ટ આજીવન કેદની સજા ફટકારી હતી અને તેની સાથે સંડોવાયેલી બે મહિલા સહ-આરોપીઓને 10 - 10 વર્ષની સજા ફટકરાઈ હતી.