સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુના બાબતે નીચલી કોર્ટના હુકમ સામે અપિલ કરવા 30 દિવસના પેરોલની માંગ કરતા નારાયણ સાંઈને કોઈપણ પ્રકારની છૂટ ન આપવાની સરકાર વતી દલીલ કરવામાં આવી હતી. સુરત આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં દુષ્કર્મ કેસમાં પીડિતા અને અન્ય લોકોની જુબાની, આશારામ અને નારાયણ સાંઈના સમર્થકો દ્વારા પીડિતના પરિવારજનોને મળતી ધમકીઓ, બંને વિરૂદ્ધ લાંચ આપવાના અને બેનામી સંપતિના ગુના હોવાથી 30 દિવસના પેરોલ ન આપવાની રજૂઆત કરવામાં આવી હતી.
- સુરત ACP દ્વારા કોર્ટમાં રજુ કરાયેલા સોંગદનામાના આશારામ અને નારાયણ સાંઈ વિરૂધના ગુના.
- નારયણ સાંઈ વિરૂધની જુબાની અને નારાયણ સાઈના સાથીદોરો દ્વારા આચરવામાં આવેલા ગુના.
- કેસ પેન્ડિંગ હતો ત્યારે પણ પીડિતાના પરિવાર પર હુમલા અને ધમકી
- અગાઉ અંગત પ્રજાપતિ નામના ફરિયાદીનું મર્ડર પણ થયું હતું.
- પોલીસ, મેડિકલ ઓફિસર, જ્યુડિશિયરીને લાંચ આપવાનો કેસ.
- આશારામ અને નારાયણ સાંઈની બેનામી સંપતિ છે.