ગુજરાત

gujarat

ETV Bharat / state

નારાયણ સાંઈ દુષ્કર્મ કેસઃ મહિલા આરોપી ગંગા અને જમનાના હાઈકોર્ટે જામીન કર્યા મંજૂર

અમદાવાદઃ આશારામના પુત્ર નારાયણ સાંઈ દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં સહ-મહિલા આરોપી ગંગા અને જમનાને સુરત સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાને રદ કરી જામીન આપવા મુદ્દે દાખલ કરવાયાલી રિટમાં જસ્ટિસ આર.પી. ધોલરીયાએ જામીન મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે. નીચલી કોર્ટના સજાના ચુકાદાને પડકારતી રીટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં અવશે.

હાઇકોર્ટ

By

Published : Jul 31, 2019, 11:31 PM IST

નારાયણ સાંઈ દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં અગાઉની સુનાવણીમાં હાઇકોર્ટે જામીન અરજી મુદ્દે રાજ્ય સરકારને નોટિસ કાઢી ખુલાસો માંગ્યો હતો. બંને સહ-મહિલા સહ-મહિલા આરોપી ગંગા અને જમના દ્વારા નીચલી કોર્ટના ચુકાદાને પડકાર્યો છે જેને કોર્ટે માન્ય રાખીને વધુ સુનાવણી હાથ ધરશે.

નારાયણ સાંઇ દ્વારા મહિલા પર આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમા સહ-મહિલા આરોપી ધર્મિષ્ઠા ઉર્ફ ગંગા અને ભાવના ઉર્ફે જમુના સહિત 3 લોકોને સુરત સેશન્સ કોર્ટે દુષ્કાર્મના કેસમાં સંડોવાયેલા હોવાથી 10 -10 વર્ષની સજા ફટકારી હતી. જેને રદ કરવા હાઇકોર્ટમાં અપિલ દાખલ કરવામાં આવી હતી.

હાઇકોર્ટે સોમવારના રોજ સુરત સેશન્સ કોર્ટના ચુકાદા સામે પડકારવામાં આવેલી અપિલને માન્ય રાખ્યું છે. જ્યારે સજા રદ કરી જામીન મેળવવા મુદે અરજી દાખલ કરી હતી.

જણાવી દઇએ કે, 30મી એપ્રિલના રોજ આસારામના પુત્ર નારાયણ સાઈને પોતાની પૂર્વ સાધિકા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં સુરત સેશન કોર્ટ આજીવન કેદની સજા ફટકારી હતી અને તેની સાથે સંડોવાયેલી બે મહિલા સહ-આરોપીઓને 10 - 10 વર્ષની સજા ફટકરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details