આ રેલી પ્રથમ ભાગમાં ગાંધી આશ્રમ સુધી યોજાશે. આ રૂટ પર 28 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જે ઇન્ડિયન રોડ શોની થીમ પર હશે. જેમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત નૃત્યો ડાન્સ ગરબા વગેરે જોવા મળશે.
'નમસ્તે ટ્રમ્પ': 22 કિલોમીટર લાંબો રોડ શો 2 રૂટ અને 2 થીમમાં યોજાશે - 22 km long road show
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પત્ની અને વડાપ્રધાન મોદીના 24 ફેબ્રુઆરીએ યોજનારા રોડ શોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધી આશ્રમ અને પછી મોટેરા સ્ટેડિયમ લઈ જવામાં આવશે. આ રોડ શોમાં ભાગ લેનાર આ લોકોના હાથમાં બંને દેશના રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે 22 કિલોમીટર લાંબા રોડ શોને બે ભાગમાં વહેંચાયો છે.
!['નમસ્તે ટ્રમ્પ': 22 કિલોમીટર લાંબો રોડ શો 2 રૂટ અને 2 થીમમાં યોજાશે namste-trump-22-km-long-road-show-will-be-held-in-2-routes-and-2-themes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6143398-thumbnail-3x2-hd.jpg)
'નમસ્તે ટ્રમ્પ' : 22 કિલોમીટર લાંબો રોડ શો 2 રૂટ અને 2 થીમમાં યોજાશે
'નમસ્તે ટ્રમ્પ' : 22 કિલોમીટર લાંબો રોડ શો 2 રૂટ અને 2 થીમમાં યોજાશે
જ્યારે રોડ શોના બીજા ભાગમાં ગાંધી આશ્રમથી સુભાષ બ્રિજ એરપોર્ટ થઈ ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ શો છે. જેને 'unity in diversity' રોડ શો થીમ નિશ્ચિત કરાઈ છે. આ રૂટ પર જુદા-જુદા સમાજ સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ ધર્મના લોકો દેશના અલગ અલગ રાજ્યોના લોકો કે જેઓ અમદાવાદમાં વસવાટ કરે છે, તેઓ પરંપરાગત વેશ માં હાજર રહેશે અને મોદીનું અભિવાદન કરશે.
Last Updated : Feb 21, 2020, 7:37 AM IST