અમદાવાદઃ અમદાવાદમાં આજે નવા કેસો બોડકદેવ, જૂહાપુરા, સોલા અને દરિયાપુરના નોંધાયાં છે. તો રાજયમાં સૌથી વધુ કોરોનાના દર્દી એક પછી એક અમદાવાદમાં સામે આવી રહ્યાં છે. આ કેસમાં જૂહાપુરામાં કેસની સંખ્યા વધતી જાય છે. નવા કેસમાં જૂહાપુરામાં છ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં આજે નોંધાયેલા પોઝિટિવ કેસના નામ અને વિગત - એએમસી
કોરોના કેસોના વધારામાં અમદાવાદ આગળ આવી રહ્યું છે. આજે નોંધાયેલા નવા કેસોમાં આજે નવા વિસ્તારો પણ સામેલ થઈ ગયાં છે. જેમાં નવા કેસ સૌથી વધુ જૂહાપુરામાં નોંધાયા છે. જેને લઇને તંત્રની દોડધામ વધી છે.
તો નવા વિસ્તારમાં હવે અમદાવાદના સોલા રોડ વિસ્તાર પણ ઉમેરાયો છે. સોલા રોડમાં પારસનગર વિસ્તારમાં રાજેન્દ્રસીંગ્ રાજપૂત નામના શખસને કોરોના છે. તો બોડકદેવ વિસ્તારમાં દેવરાજ ટાવરના સોનલબહેન શાહ નામના પ૯ વરસની મહિલા ઉપરાંત મોનલબહેન શાહ પણ કોરોનાના દર્દી બન્યાં છે. તો દેવપ્રીત એપાર્ટમેન્ટના રીટાબહેન ધ્રુવનો પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
આજે ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં બીજા નવા કુલ 19 કેસો નોંધવામાં આવ્યા છે, તેમાં ફક્ત અમદાવાદમાં જ 13 પોઝિટીવ કેસો સામે આવ્યાં છે. આ સાથે અમદાવાદમાં કુલ આંકડો 77 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં 33 જિલ્લાઓમાંથી 17માં કોરોના વાયરસે પોતાનો સંક્રમણનો પગપેસારો કરી દીધો છે. રાજ્યમાં 3040 લોકોના રિપોર્ટ કરાયા છે. 2835ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલમાં 136 લોકોની હાલત સ્થિર, 4 વેન્ટિલેટર પર દાખલ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધી 23 જેટલાં લોકોને રજા અપાઈ છે.