અમદાવાદઃ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે ગુરૂવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, આ હાઈ પ્રાફાઇલ પબ્લિક ઈવેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ તરફથી કરવામા આવી રહ્યો છે. આ ખાનગી સંસ્થા વિશે લોકોને ખુબ ઓછી જાણકારી છે. આ ઘનસ્પોટ થયા બાદ લોકો દંગ રહી ગયા છે. ખરેખર આ સમિતિ વિશે ધ્યાન આપવાવાળી ઘણી વાતો છે. પ્રથમ તો એ છે કે, ટ્રમ્પ ભારતની પ્રથમ આધિકારિક યાત્રા પર છે. બીજૂ એ કે અમદાવાદમાં ઓથોરિટી ત્રણ કલાકની યાત્રા પર લગભગ 130 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
લ્યો કરો વાત! ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની બેઠક 10 મિનિટમાં આટોપાઈ...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ આધિકારિક યાત્રા સોમવારે શરૂ થવા જઈ રહી છે. તેમના આ પ્રવાસ દરમિયાન મુખ્ય આકર્ષણ અમદાવાદનું નવ નિર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજીત થનારા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ છે. જો કે, આ બધી તૈયારીઓ વચ્ચે ટ્રમ્પની યાત્રાને લઈ કરવામાં આવેલી તૈયારીઓના ખર્ચ પર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. સવાલ એ છે કે, અમદાવાદમાં ટ્રમ્પના ત્રણ કલાકના કાર્યક્રમમાં 130 કરોડ રૂપિયા ખર્ચ થઇ રહ્યા છે. આ ખર્ચને કોણ ઉપાડી રહ્યું છે. તો શું આ ખર્ચ સરકારના ભાગમાં આવશે અથવા કોઈ બીજૂ આ ખર્ચ ઉપાડી રહ્યું છે.
શુક્રવારે અચાનક જ આ સમિતિની રચના કરી મેયર બિજલ પટેલને ચેરમેન બનાવ્યા હતા, ત્યાર બાદ બે સાંસદ એવા ડૉ. કિરીટ સોલંકી અને હસમુખ પટેલને પણ સમિતિના સભ્ય બનાવ્યા હતા. આમ પહેલા ટ્રમ્પને આમંત્રણ આપવામાં આવ્યું, ત્યાર બાદ આ કાર્યક્રમનું આયોજન થયું છે. જે બાદ બે દિવસ પહેલા યજમાન નક્કી થયા છે. ટ્રમ્પના સાડા ત્રણ કલાકના કાર્યક્રમ માટે ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની પ્રથમ બેઠક શનિવારે મળી હતી. જે માત્ર 10 મિનિટમાં જ સમેટાઈ ગઈ હતી, અને મેયર સહિતના તમામ સભ્યોએ મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતું, અને ચૂપચાપ રવાના થયા હતા. આ બેઠકમાં સમિતિના સભ્યો એવા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, પદ્મભૂષણ બી. વી. દોશી, ચેમ્બર ઓફ કોમર્સના દુર્ગેશ બુચ સામેલ થયા હતા.