અમદાવાદ: નળ સરોવર અને થોળ પક્ષી અભ્યારણ્ય તારીખ 5 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરી 2022ના રોજ બંને જળાશયોના પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે નળસરોવર અને થોળ પક્ષી અભ્યારણ્યમાં પ્રવાસીઓ માટે વન્યપ્રાણી સંરક્ષણ ધારા 1972ની કલમ 28 તથા 33થી મળેલ સત્તાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે. આ બંને દિવસ દરમિયાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની (Nalsarovar Bird Sanctuary)કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનીક વન વિભાગને (State Wildlife Ward)સંપૂર્ણ સહયોગ આપવા રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન દ્વારાજાહેર જનતાને અપિલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃETV Exclusive: ગુજરાતમાં જળસંકટ, 17 વર્ષ બાદ નળસરોવર સુકાયું