ગુજરાત

gujarat

ETV Bharat / state

'ભારત પ્રવાસ માટે ઉત્સુકતા વધારે છે, મોદી મારા મિત્ર છે' ડોનાલ્ડ ટ્રમ્પ - Ahmedabad samachar

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. પ્રમુખ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, હું ભારત જવા ઉત્સુક છું, એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, PM મોદી મારા મિત્ર છે, અને એક સારા અને સજ્જન માણસ પણ છે.

aa
મારી ભારત પ્રવાસે જવાની ઉત્સુકતા વધી ગઈ છે, મોદી મારા મિત્ર છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

By

Published : Feb 12, 2020, 4:13 PM IST

વોશિગ્ટન/અમદાવાદ: ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ટ્ર્મ્પ એરપોર્ટથી રોડ શો કરી ગાંધી આશ્રમ અને ત્યાંથી તેઓ મોટેરા સ્ટેડિયમ જશે. ટ્રમ્પનું લાખો લોકો સ્વાગત કરશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, મે આ સપ્તાહના અંતમાં PM મોદી સાથે વાત કરી હતી અને તેમણે મને ભારત આવવા ભાવભીનું આમંત્રણ આપ્યું હતું.

મારી ભારત પ્રવાસે જવાની ઉત્સુકતા વધી ગઈ છે, મોદી મારા મિત્ર છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી લાખો લોકો તમારુ સ્વાગત કરશે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં તેઓ હ્યુસ્ટનના હાઉડી મોદી જેવી એક ઈવેન્ટને સંબોધન કરશે અને ભારતીય-અમેરિકન સાથે સીધો સંવાદ કરશે.

ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે, ભારત પ્રવાસે જવાની મારી આતુરતા વધી ગઈ છે, ટ્રમ્પની મોદી સાથે ચાર-પાંચ અલગ અલગ મુલાકાત થશે અને અમદાવાદમાં ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ થશે, આશા છે કે, અમારા સંબધ વધુ મજબૂત થશે. જેમાં ટ્રમ્પના પત્ની મિલેનીયા પણ ઉપસ્થિત રહેશે.

ABOUT THE AUTHOR

...view details