- ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃતવિભાગમાં પ્રથમ મુસ્લિમ વિદ્યાર્થિનીએ રચ્યો ઈતિહાસ
- મુસ્લિમ વિદ્યાર્થિની કુરેશી સલમાએ સંસ્કૃતમાં Ph.D કરીને સંસ્કૃતનું ગૌરવ વધાર્યું
- વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં પણ સંસ્કૃતિનું મહત્વ મૂકવું ખુબજ જરૂરી સલમા કુરેશીએ સંસ્કૃત વિષય પસંદ કરી મેળવી Ph.Dની ડિગ્રી
મુસ્લિમ વિદ્યાર્થિનીએ રચ્યો ઇતિહાસ, સલમા કુરેશીએ સંસ્કૃત વિષય પસંદ કરી મેળવી Ph.Dની ડિગ્રી - રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
તાજેતરમાં જ તારીખ 01 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાત યુનિવર્સિટીએ કુરેશી સલમા કેશુભાઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત વિષયમાં Ph.Dની પદવી તેમને એનાયત કરવામાં આવી છે. યુનિવર્સિટીના સંસ્કૃત-વિભાગમાંથી કુરેશી સલમાબેન કેશુભાઈએ पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम् આ વિષય ઉપર સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ.અતુલભાઈ ઉનાગરના માર્ગદર્શન હેઠળ Ph.D.પૂર્ણ કર્યું છે. સંસ્કૃતમાં Ph.D કરનાર પ્રથમ મુસ્લિમ યુવતીએ ગુજરાત યુનિવર્સિટી અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

અમદાવાદઃ દેશમાં એક બાજુ દિવસેને દિવસે ભાષાઓની જનની અને સૌથી પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતનું મહત્વ ઘટતું જાય છે ત્યારે બીજી તરફ સંસ્કૃતનું મહત્વ સમજીને અમરેલીમાં નાનકડા ગામથી આવેલી મુસ્લિમ વિદ્યાર્થિનીએ સંસ્કૃત વિષયને જીવનનું મહત્ત્વપૂર્ણ કાર્ય સમજીને સંસ્કૃતમાં Ph.D. સુધીના અભ્યાસ કરવાનું પસંદ કર્યું હતું. અમરેલીના નાનકડા ગામમાં ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યા બાદ વધુ અભ્યાસ કરવાની રાહમાં સલમા કુરેશી ગામ છોડી પિતાના આશીર્વાદ સાથે અભ્યાસની રાહમાં નીકળી હતી. કહેવાય છે કે કામયાબી ત્યારે પરિપૂર્ણ થાય છે. જ્યારે વ્યક્તિ તેની પાછળ પરિશ્રમ અને સંઘર્ષ કરતો રહે છે. તેવી જ કંઈક કહાની સલમા કુરેશીની પણ રહેલી છે.
ક્યાં ગામમાં રહે છે સલમા કુરેશી ?
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ઈગોરાળા ગામની સામાન્ય પરિવારમાં જન્મેલી સલમાએ શિક્ષણના જ્ઞાન સાથે જ તેને શરૂઆતથી જ સંસ્કૃતમાં રહેલા જ્ઞાનને પ્રાધાન્ય આપીને તેના સઘન અભ્યાસ અને સંઘર્ષ માટે ગામ છોડીને અમદાવાદના સમરસ હોસ્ટેલમાં રહીને વિજ્ઞાનભાષા સંસ્કૃતમાં અધ્યયન કરવાનું પસંદ કર્યું હતું. તાજેતરમાં જ પદ્મભૂષણ ડૉ.કસ્તુરી રંગનની અધ્યક્ષતામાં તૈયાર થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 22 વખત સંસ્કૃતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ રાષ્ટ્રીય નીતિના ડ્રાફ્ટમાં ભારતીય પ્રાચીન શિક્ષણને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ જ ક્ષેત્રમાં કુરેશી સલમાએ પુરાણોને આધાર બનાવીને શિક્ષણના મૂળભૂત સિદ્ધાંતો અને મૂલ્યોને શોધીને તેનું વર્તમાન સમયમાં અનુશીલન કર્યું છે. જો આ સમયમાં પુરાણોમાં નિરૂપિત શિક્ષણ પદ્ધતિ લાગું કરવામાં આવે તો ભારતમાં કેવાં કેવાં પરિવર્તનો આવી શકે છે તેના તારણો પણ તેઓએ વિસ્તાર પૂર્વક પ્રકાશિત કર્યા છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં થયેલા સુધારાને ઉપકાર રૂપ ગણાવી
કુરેશી સલમા દ્વારા સંશોધિત પૌરાણિક શિક્ષણના તથ્યોને ભારત સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને વધારે ઉપકાર સાબિત થશે. વર્તમાન સમયમાં અને આવનાર પેઢીને આપણા મહર્ષિઓ દ્વારા સંશોધિત અને પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતો કેવી રીતે ઉપકારક સાબિત થઈ શકે તેવું શ્રેષ્ઠ કાર્ય કુરેશી સલમાએ કર્યું છે. આ કાર્ય દ્વારા સાચા અર્થમાં કેળવણી અને ઘડતર તરફ એક દિશા નિર્દેશ મળી રહેશે તેમાં શંકાને સ્થાન નથી. આ સંશોધન ગુજરાતના જ નહીં પણ દેશના શિક્ષણવિદો, શિક્ષકો, આચાર્યો અને શાળા સંચાલકોને સહાયરૂપ સાબિત થશે તેવું અધ્યાપકો અને અન્ય લોકોનું પણ માનવું છે.
મુસ્લિમ યુવતી સંસ્કૃતિમાં Ph.D કરનાર પ્રથમ
આજે સૌથી મોટીએ ભ્રમણા ઉભી થઈ ગઈ છે કે સંસ્કૃત ફક્ત બ્રાહ્મણોની જ ભાષા છે. આ ભ્રમણા રાષ્ટ્ર વિરોધી તત્ત્વો દ્વારા ઊભું કરવામાં આવેલું એક સમજી વિચારેલું યોજના પૂર્વકનું ષડયંત્ર છે. સંસ્કૃત કોઈ ધર્મ, સંપ્રદાય કે કોઈ વિશેષ વર્ગની ભાષા નથી. સંસ્કૃત પ્રાચીન સમયમાં સૌની હતી અને આજે પણ સંસ્કૃત ભાષા સૌની છે એ મુસ્લિમ વિદ્યાર્થિની કુરેશી સલમાએ સંસ્કૃત માધ્યમમાં Ph.D. કરીને સાબિત કરી બતાવ્યું છે. આજના યુવાનો ફરીથી સંસ્કૃત તરફ આકર્ષિત થાય તે માટે કુરેશી સલમા જેવા વિદ્યાર્થીઓએ એ પણ સાબિત કરી બતાવ્યું છે કે આજે પણ સંસ્કૃતની ઉપયોગીતા એટલી જ છે જે યુગો પહેલા હતી. ગુજરાત યુનિવર્સિટી આવાં અનોખા અને મહત્વપૂર્ણ કામ માટે હંમેશા અગ્રેસર રહી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા તત્કાલીન ગૃહપ્રધાન માનનીય રાજનાથસિંહ દ્વારા 2018માં સેન્ટર ફોર સ્પોકન સંસ્કૃતની સ્થાપના કરવામાં આવી છે. સંસ્કૃત વિકાસના આ જ ક્રમમાં આ વર્ષે પ્રવર્તમાન કુલપતિ પ્રો. હિમાંશુ પંડ્યાએ મહર્ષિ પાણિનિ સંસ્કૃત સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરી છે. ગુજરાત જ નહીં દેશમાં ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત સેવા માટે અગ્રેસર રહી છે.