- અમદાવાદમાં મ્યુઝિક થેરાપીથી દર્દીઓની સારવાર
- ગિટાર વગાડી દર્દીઓને મનોરંજન પુરૂ પાડવામાં આવી રહ્યું છે
- માનસિક સ્વસ્થ અનુભવે દર્દી તે માટે કરાઈ રહી છે કામગીરી
અમદાવાદ:કોરોનાના વધતા કહેરને કારણે હાલ લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે. ત્યારે, કોરોના દર્દીઓ તણાવમાં ન રહે તે માટે કોરોના હોસ્પિટલોમાં કોઈને કોઈ રીતે મનોરંજન પુરૂ પાડવામાં આવે છે. જેમાં, હોસ્પિટલમાં દ્વારા પૂજાપાઠ, ફિલ્મી ગીતો વગાડવામાં આવે છે તો અમુક હોસ્પિટલોમાં ગરબે રમાડીને દર્દીઓને માનસિક સ્વસ્થ રાખવાના પ્રયત્નો કરવામાં આવે છે. તેવી જ રીતે અમદાવાદાની SVP હોસ્પિટલમાં મ્યુઝિક થેરાપી આપીને કોરોના દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદના સંગીતકાર ગીતો ગાઈને કોરોનાના દર્દીઓને કરે છે પ્રોત્સાહિત