ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં યુવતીની ઓફિસમાં જ ગળું કાપીને હત્યા, શંકાસ્પદ આરોપીની તસ્વીર સામે આવી

અમદાવાદ: શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે ધોળા દિવસે યુવતીની હત્યા કરી દેવામાં આવી હતી. છરી વડે યુવતીના ગળા પર ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. રહસ્યમય રીતે હત્યા થયેલ મૃતદેહ અંગેનો મેસેજ મળતા સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ યુવક CCTVમાં ઝડપયો છે. જેની પોલીસ શોધખોળ શરૂ કરી છે.

aaropi

By

Published : Sep 26, 2019, 6:05 AM IST

આંબાવાડીના અમૂલ્ય કૉમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં નડિયાદની 27 વર્ષીય યુવતી ઇશાની પરમારનું ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી. મૃતક ઇશાની પરમાર એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં છેલ્લા 6 મહિનાથી ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી. ઇશાની પરમાર નડિયાદથી અમદાવાદ અપડાઉન કરતી હતી. આ ઘટનાને પગલે એલિસબ્રિજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ ઇશાની પરમારની 310 નંબરની ઓફિસમાં બપોરના સમયે હત્યા કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. CCTVમાં એક શંકાસ્પદ યુવક પણ જોવા મળ્યો છે. પોલીસે ફૂટેજને આધારે તપાસ કરતા આ શંકાસ્પદ યુવક નરેશ સોઢા હોવાનું બહાર આવ્યું છે. નરેશ સોઢા ખેડાનો વતની હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ABOUT THE AUTHOR

...view details