ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોળકાના મીઠી કુઈ વિસ્તારમાં યુવકની હત્યા

ધોળકાના મીઠી કુઈ વિસ્તારમાં નવા સ્વામિનારાયણ મંદિર સામે આવેલી મારુતિ જીન નામની કંપનીમાં રહેતા વોચમેને પોતાના વતનમાં મતદાન કરવા જવાનું હોવાથી તેણે કંપનીમાં જ કામ કરતા એક યુવકને તેના બદલે સુવડાવ્યો હતો ત્યારે તે મજૂરને કોઈ અજાણ્યા હત્યારાઓ દ્વારા હત્યા કરવામાં આવી છે.

ધોળકાના મીઠી કુઈ વિસ્તારમાં આવેલી મારુતિ જીન કંપનીમાં સુતેલા મજૂરની હત્યા
ધોળકાના મીઠી કુઈ વિસ્તારમાં આવેલી મારુતિ જીન કંપનીમાં સુતેલા મજૂરની હત્યા

By

Published : Mar 2, 2021, 10:21 AM IST

  • કંપનીમાં સુતેલા મજૂરને માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરાઈ હત્યા
  • હત્યારાઓ હત્યા નિપજાવી થયા ફરાર
  • કંપનીનો કાયમી વોચમેન વતનમાં મતદાન કરવા જતા તેના બદલે અન્યને ફરજ પર મુકવામાં આવ્યો હતો
  • મૃત્યુ પામેલ યુવક (મજૂર) કેલિયા વાસણા ગામનો રહેવાસી
  • ધોળકા શહેર PI એલ. બી. તડવી દ્વારા તપાસ હાથ ધરાઈ

અમદાવાદઃધોળકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ધોળકા શહેર વિસ્તારમાં મીઠી કુઈ નવા સ્વામિનારાયણ મંદિર સામે આવેલી મારુતિ જીન કંપનીમાં ગતરાત્રીના સુમારે મારુતિ જીનનો કાયમી વોચમેન પોતાના વતનમાં મતદાન કરવા જતા તેણે કંપનીમાં જ કામ કરતા મજૂરને તેના બદલે સુવડાવ્યો હતો ત્યારે તે મજૂરની રાત્રીના સમયે કોઈ અજાણ્યા હત્યારાઓએ તેના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી હત્યા કરી રફુચક્કર થઈ ગયા હતા.

મૃત્યુ પામેલ યુવક (મજૂર) કેલિયા વાસણા ગામનો રહેવાસી-ફાઈલ ફોટો

DYSP રીના રાઠવા હત્યાના ઘટનાસ્થળે દોડી આવ્યા

કંપનીમાં કામ કરતા મજૂર ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. આ મજુર યુવકની હત્યા કોણે અને શા માટે કરી? તે અંગેના પ્રશ્ને તપાસ આગળ ચલાવવામાં આવી રહી છે. આમ મૃત્યુ પામનારને સંતાનોમાં બે પુત્રો હોવાની વાત સામે આવી છે. આમ ધોળકા શહેર પોલીસે કલમ 302 મુજબ ફરિયાદ નોંધી હત્યારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી PI એલ. બી. તડવી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details