- એક તરફી પ્રેમમાં યુવકે કરી હત્યા
- હત્યાને આત્મહત્યા સાબિત કરવા થયો પ્રયત્ન
- ઓઢવ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ: પ્રેમ પ્રકરણમાં અનેક લોકોને ગુનાને અંજામ આપી બેસે છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઓઢવમાં એક તરફી પ્રેમમાં એક યુવકે અન્ય યુવકની હત્યા કરી દીધી હતી અને હત્યા બાદ તેને આત્મહત્યા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઓઢવ પોલીસે આ મામલે તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
બંને યુવકને એક યુવતી સાથે હતો એક તરફી પ્રેમ..
ઓઢવના સીતારામ નામના યુવક એક યુવતી સાથે એક તરફી પ્રેમ કરતો હતો. જેમાં અવારનવાર તે યુવતી સાથે મજાક અને મસ્તી પણ કરતો હતો. આ વાતની જાણ આરોપી નંદરામને પણ થઇ હતી અને તે પણ તે જ યુવતીને પ્રેમ કરતો હતો. જોકે યુવતી બંનેમાંથી એક પણ યુવકને પ્રેમ કરતી ન હોતી.
હત્યા કરી આત્મહત્યા સાબિત કરવાનો પ્રયત્ન
નંદરામ અને સીતારામ એક જ કારખાનામાં કામ કરતા હતા. જેથી નંદરામે પ્રેમમાં સીતારામની હત્યા કરી દીધી અને બાદમાં ગળેફાંસો ખાઈ આત્મ હત્યા કરી હોય તેમ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ શેઠના ડરથી મૃતદેહને અન્ય શખ્સો સાથે મળીને સગેવગે કરી દીધી હતી. જે બાદ પોલીસને મૃતદેહ મળ્યો હતો અને તપાસ શરુ કરી હતી.