અમદાવાદવધતી જતી ગુનાખોરી અને કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress ) સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો-ગુંડાઓ બેકાબુ બની બેખોફ રીતે કાયદો વ્યવસ્થાની ધજ્જિયા ઉડાવી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાત રક્તરંજિત ( Surge in Crime incidents in Gujarat ) બન્યુ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 નિર્મમ હત્યાઓની ઘટના (Murder Crime in Gujarat )બની છે.
આ પણ વાંચો કોંગ્રેસનો સરકાર પર આક્ષેપ, સરકાર દુષ્કર્મના ગુનાઓના આંકડાઓ છુપાવી રહી છે
રાજ્યમાં ક્યાં થઇ હત્યા ગુજરાતમાં હત્યાના ગુનાઓનો સિલસિલો વધ્યો છે તેમાં ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress committee) કેટલાક આંકડા પણ આપ્યાં છે. અમદાવાદમાં 2, સુરતમાં 3 અને જામનગરમાં 2, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 નિર્મમ હત્યાના બનાવો બન્યા છે. ગૃહ રાજ્યમંત્રીના વિસ્તાર-શહેર સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 હત્યાની ઘટના ( Surge in Crime incidents in Gujarat ) બની છે. સુરતમાં હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. બે હત્યા ડીંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બની છે. જયરે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ ખાતે એક યુવકની સરાજાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા (Murder Crime in Gujarat ) કરી દેવામાં આવી છે.