ગુજરાત

gujarat

ETV Bharat / state

Murder case in Ahmedabad :અમદાવાદમાં યુવકનો મોબાઇલ ચોરી થતા તેના પરિચિત યુવકની હત્યા કરી - Murder in Ahmedabad Raikhad

અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં યુવકની હત્યાની ઘટના(Murder case in Ahmedabad)સામે આવી છે. મૃતક યુવકના નજીકના વ્યક્તિનો મોબાઇલ ચોરાઇ ગયો હતો. પૂછપરછ કરીને તેની પાસેથી મોબાઇલ ન મળતાં તે યુવક ઉશ્કેરાઈ ગયો હતો. આક્ષેપ કરનાર યુવકે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

Murder case in Ahmedabad :અમદાવાદમાં યુવકનો માબાઇલ ચોરી થતા તેના પરિચિત યુવકની હત્યા કરી
Murder case in Ahmedabad :અમદાવાદમાં યુવકનો માબાઇલ ચોરી થતા તેના પરિચિત યુવકની હત્યા કરી

By

Published : Mar 16, 2022, 8:42 PM IST

અમદાવાદઃ શહેરના રાયખડ વિસ્તારમાં એક યુવકની તેના (Murder in Ahmedabad Raikha)પરિચિત યુવકે જ છરીના ઘા મારી હત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૃતક યુવકના નજીકના વ્યક્તિનો મોબાઇલ ચોરાઇ ગયો હતો. જે અંગે તેણે તેના જ મિત્ર પર શંકા કરી હતી. જેની પૂછપરછ કરીને તેની પાસેથી મોબાઇલ ન મળતાં તે યુવક ઉશ્કેરાઈ ગયો હતો.જેથી તેણે પોતાની પાસેથી ફોન ન મળતા આક્ષેપ કરનાર યુવકને હથિયારથી ઇજા પહોંચાડી હતી જે બનાવમાંયુવકનું મોત નીપજ્યું હતું. ગાયકવાડ હવેલી પોલીસે ગુનો (Ahmedabad Gaekwad Haveli Police)નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં એક દિવસમાં Murderના 3 બનાવ બનતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

મોબાઇલ બાબતે બોલાચાલી -રાયખડ વિસ્તારમાં રહેતા લીલાબહેન જાદવે પોલીસ ફરિયાદ નોંધાવી(Ahmedabad Crime News) છે કે તેમની નજીકમાં રહેતા રોહિત મગનભાઈ વહેલી સવારે તેમના ઘરે આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે તેમનો દીકરો ધ્રુવ અને એક બીજો યુવક તેમના ઘરે સવારે સાડા ત્રણ વાગે આવ્યા હતા અને કહેતા હતા કે તારા ઘરની નજીક દર્શન ફરે છે. જેથી તારા ઘરની વસ્તુનું ધ્યાન રાખજે. ત્યાર બાદ ઘરમાં તપાસ કરતા ઘરમાંથી મોબાઈલ મળી આવ્યો નહોતો. રોહિત મગનભાઈએ મોબાઈલ મળતો નહતો ત્યારે દર્શન કહાર આ વિસ્તારમાં દેખાતા રોહિત તેને મળવા ગયો હતો. જેણે કહ્યું કે મારો મોબાઈલ તે લીધો હોય તો આપી દે એટલે દર્શનના ખિસ્સા તપાસતાં તેની પાસેથી મોબાઇલ મળ્યો નહિ.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ -આ દરમિયાન ધ્રુવએ દર્શનને કહ્યું કે તે જ મોબાઈલ લીધો છે અને બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.એટલામાં દર્શન ઉશ્કેરાઈ ગયો હતો અને ધ્રુવને છાતીમાં તીક્ષણ હથિયારના ઘા ઝીકી દીધા હતા. જેમાં તેનું મોત નીપજ્યું હતું. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને મૃતક તથા આરોપી સાથે જ નશા કરતા હોવાનું પણ સામે આવ્યું હોવાનું પોલીસનું કહેવું છે.

આ પણ વાંચોઃMurder Case In Ahmedabad : વટવામાં પતિએ પત્નીને બ્લેડ મારી કરી હત્યા

ABOUT THE AUTHOR

...view details