અમદાવાદમાં પાર્કિંગ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા પાર્કિંગ જગ્યામાં પાર્કિંગ ન થાય તે રીતે અડચણો ઉભી કરનાર બાંધકામ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદ
અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોપોર્રેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ગુરુવારના રોજ રાત્રે મંજૂર થયેલા પાર્કિંગની જગ્યામાં પાર્કિંગ ન થાય તે રીતે અડચણો કરનાર બાંધકામ કરનાર તેમજ ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરનાર એકમોને મિલકત સામે નામ હાઇકોર્ટ દ્વારા પી.આઈ.એલ. નંબર 170 /2017માં આપેલ દિશા-નિર્દેશ તેમજ સી.જી.ડી. સી.આર 2017ની જોગવાઈ અનુસાર કુલ 22 બિલ્ડીંગના 180 યુનિટ સીલ કરવામાં આવેલા છે.
- 1. શ્રેણિક કોમ્પ્લેક્સ નારણપુરા
- 2. વૃંદાવન અંકલેવ નારણપુરા
- 3. જાવા ધ એડ્રેસ
- 4.હોટેલ દેવ આદી
- 5. ડી કૅથલૉન - સી જી સ્ક્વેર મોલ
- 6.સરિતા કોમ્પ્લેક્સ - સાત યુનિટ
- 7.મોકા રેસ્ટોરન્ટ, બૃક્સ લીગલ
- 8. યુનિવર્સિટી પ્લાઝા -91 યુનિટ
- 9. ગોલ્ડન ડ્રેગન નીરવ કોમ્પ્લેક્સ, નારણપુરા